શ્રી જલિયાણ ગ્રુપ દ્વારા હારીજ નગર પાલિકાને ટ્રેક્ટર સાથે પાણીનું ટેન્કર અપૅણ કરાયું..

શ્રી જલિયાણ ગ્રુપ તરફથી મળેલ ભેટ બદલ પાલિકા તંત્ર એ આભાર વ્યકત કર્યો..

પાટણ તા. ૭
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ શહેરમાં પણ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી શ્રી જલિયાણ ગ્રુપ ની સેવા પ્રવૃતિઓ પણ સરાહનીય બની છે.
સોમવારે શ્રી જલિયાણ ગ્રુપ હારીજ દ્રારા હારીજ નગર પાલિકા તંત્ર ને ટ્રેક્ટર સાથે પાણીના ટેન્કર ની ભેટ ધરવામાં આવી હતી. શ્રી જલિયાણ ગ્રુપ હારીજ દ્વારા હારીજ નગર પાલિકાને પાણીનું ટેન્કર અપૅણ કરવાના આ કાર્યક્રમમાં શ્રી જલિયાણ ગ્રુપમાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી જલિયાણ ગ્રુપ તરફથી મળેલ ટ્રેક્ટર સાથેના પાણીના ટેન્કર ની ભેટ બદલ પાલિકા તંત્ર એ શ્રી જલિયાણ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here