શ્રી પદ્મનાભ ભગવાનના હારિયા મા આયોજિત પ્રજાપતિ પ્રિમિયર લીગ ની ફાઈનલ મેચમાં ચેમ્પિયન બનતી જેનિસ ઈલેવન ટીમ..

ચેમ્પિયન ટીમ ને ટ્રોફી સાથે રૂ.21,000 નું રોકડ પુરસ્કાર અને રનર્સ ટીમને ટ્રોફી સાથે રૂ.11,000 નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું..

પાટણ તા. 28
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના સહયોગથી પીપીએલ ગ્રુપ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાનના હારિયા મા આયોજિત પ્રજાપતિ પ્રિમિયર લીગ ની ફાઈનલ મેચ રવિવારે લાડુ ઈલેવન અને જેનિસ ઈલેવન વચ્ચે રમાઈ હતી જેમાં જેનિસ ઈલેવન ટીમ વિજેતા બની હતી.
12 ઓવરનીઆ ફાઈનલ મેચ માં જેનિસ ઈલેવન ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લઈ 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં લાડુ ઈલેવન ટીમે 12 ઓવરમાં 75 રન બનાવતા જેનિસ ઈલે
વન ટીમે 33 રને ફાઈનલ મેચ જીતી લીધી હતી.
પીપીએલ ગ્રુપ દ્વારા આયજિત ફાઈનલ મેચ ના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેલા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, વિશ્વાસ હોસ્પિટલના ડો. સૌરભસિંહ ઠાકુર સહિત
ના મહાનુભાવોના વરદ હસ્તે વિજેતા ટીમ ને વિજેતા ચેમ્પિયન ટ્રોફી અને રૂ. 21,000 નું રોકડ પુરસ્કાર અને રનર્સ ટીમ લાડુ ઇલેવનને રનર્સ ટ્રોફી સાથે રૂ.11,000 રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
પીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજન ને સફળ બનાવવા ગૃપના પ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here