શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણમાં “ખેલો ઈન્ડિયા ડાયલોગ,ખેલ કી બાત, પ્રધાનમંત્રી કે સાથ” કાર્યક્રમ યોજાયો

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ DLSS સ્કૂલ ખાતે “ખેલો ઈન્ડિયા ડાયલોગ ખેલ કી બાત, પ્રધાનમંત્રી કે સાથ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં તા. 27 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 11:00 કલાકે યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું.

યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય હેઠળ મેરા યુવા ભારત (માય ભારત) દ્વારા રાષ્ટ્રીય રમત દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર રમતગમત અંગે ચર્ચા કરવાનો નહીં, પરંતુ રમતગમત સાથે યુવા શક્તિ, ફિટનેસ, નેતૃત્વ, નાગરિક જવાબદારી અને વિકસિત ભારતના નિર્માણને જોડવાનો હતો. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજિત આ કાર્યક્રમમાં યુવાનો, રમતવીરો, શિક્ષણ સંસ્થાઓ તથા રમતગમત અને નીતિ-નિર્માણ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે પાંચ મહત્વપૂર્ણ વિષયો પર વિચારવિમર્શ કરવામાં આવેલ જેમાં રમતગમતનું મજબૂત માળખું,2036 ઓલિમ્પિક્સ માટે પ્રતિભા વિકાસ,યુવા નેતૃત્વ,‘માય ભારત’ તથા સ્વયંસેવક પ્રવૃત્તિઓ,વિકસિત ભારત,યુવા,શક્તિ,નશામુક્ત યુવા ભારત, શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના DLSS (ડી.એલ.એસ.એસ.)ના વિદ્યાર્થીઓ, તેમના કોચશ્રીઓ , શાળાના વ્યાયામ શિક્ષકોશ્રીઓ તથા વિદ્યાર્થીઓ, ડી એલ એસ એસના વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત રમતગમત વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક સમિતિના સભ્યશ્રી ધીરુભાઈ પી. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી સંબોધન બાદ શાળાના વડા ડૉ. બી. આર. દેસાઈ દ્વારા DLSSના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, કોચ, વ્યાયામ શિક્ષકો તથા કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ પ્રતિનિધિઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તીનું સાધન નથી, પરંતુ તે શિસ્ત, આત્મવિશ્વાસ, નેતૃત્વ, ટીમભાવના અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસાવવાનું શક્તિશાળી માધ્યમ છે.તેમણે વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીશ્રીના સંદેશમાંથી પ્રેરણા લઈ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તથા 2036 ઓલિમ્પિક્સના ભારતના સંકલ્પમાં પોતાની ભૂમિકા નિભાવવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, કોચ, શિક્ષકો તથા અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમથી શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ, રાષ્ટ્રીય ભાવના, નેતૃત્વની ભાવના તથા “વિકસિત ભારત”ના નિર્માણમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here