સાંતલપુરમાં ટોલ પરના કર્મચારીઓેને માગૅની ખરાબ હાલત અંગે ટકોર કરતા પરિવાર પર ટોલકર્મીઓનો હુમલો ..

હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા પિતા-પુત્ર સહિત ત્રણને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા…

પોલીસે ટોલ પ્લાઝા ના કમૅચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી..

પાટણ તા.૧૧
સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના ટોલ બૂથ પર ટોલના કર્મચારીઓને માગૅ ની ખરાબ હાલત ને લઈ ટકોર કરનાર થરાદના એક પરિવાર પર ટોલ પ્લાઝા ના કમૅચારીઓ દ્રારા જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિવારે રસ્તા ખરાબ હોવા છતાં ટોલ વસૂલવાનો વાંધો ઉઠાવતાં ટોલકર્મીઓ ધોકા-લાકડીઓ લઇને પરિવાર તૂટી પડ્યા હતા, જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ હોય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ બાબતે પોલીસે ટોલ પ્લાઝા ના ચાર કમૅચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે સાંતલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, થરાદના દિલીપ સાધુ તેમના પરિવાર સાથે અંજાર જઈ રહ્યા હતા. જ્યાં બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર બેરિયર બંધ હતો. રસ્તાની ખરાબ સ્થિતિ છતાં ટોલ વસૂલવામાં આવતો હોવાથી પરિવારે વાંધો ઉઠાવ્યો હતો. ટોલના કર્મચારી
ઓએ ‘સિસ્ટમ બગડી ગઈ છે’ કહી દાદાગીરી કરી હતી.આ દરમિયાન દિલીપભાઈના ભાઈ સાગરે વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું તો ૮ થી ૧૦ કર્મચારીઓએ અપશબ્દો બોલીને મારામારી શરૂ કરી ટોલના કર્મચારીઓએ મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.
આ હુમલામાં દિલીપભાઈના પિતા દામોદરદાસને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને માથામાં ૧૦ ટાંકા આવ્યા છે. બાકી ના
ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે જેમાં દિલીપભાઈના ભાઇ સાગરને પણ ખભા પર લાકડીથી મારવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્તોને પ્રથમ સાંતલપુર સરકારી દવાખાને અને ત્યાર બાદ પાટણ ધારપુર સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સાંતલપુર પોલીસે તપાસ હાથ ધરી આ અંગે ભોગ બનનાર દિલીપભાઈએ સાંતલપુર પોલીસ મથકે હરેશ આહીર, લાલા આહીર, કમા આહીર અને વજા આહીર સહિત પાંચ-છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here