હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલે પોતાના અભિવાદન કાર્યક્રમમાં પાટણના વિકાસ ની ચિંતા વ્યક્ત કરી પોલીસ સામે આક્ષેપ કયૉ..

15000 કિલો પક્ષીઓના ચણ સહિત વિવિધ ભેટ-સોગાદ થી કે.સી પટેલ નું ભવ્ય સન્માન કરાયું…

કુપોષિત ૧૦૦ બાળકોને શૈક્ષણિક કીટ અને યોગપ્રશિક્ષણ ની ૨૫ બહેનો ને સિંદુર ના છોડ અપૅણ કરાયાં…

ભારત સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ આગેવાન અને પાટણ ના પનોતા પુત્ર કે.સી.પટેલ ને હુડકો માં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે ની નિમણૂક થવા બદલ સમગ્ર વિસ્તારે ગૌરવની લાગણી અનુભવી ભારત સરકાર ની સાથે કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના સૌનો આભાર વ્યક્ત કરવા અને કે.સી.પટેલ ને અભિવાદીત કરવા માટેનો કાર્યક્રમ રવિવારે સાંજે શહેર સમીપ આવેલા લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરાયો હતો.
પાટણ વિસ્તારના આગેવાન કે.સી.પટેલની આ નિમણૂંકને વધાવવા પાટણ શહેર ,તાલુકા અને સરસ્વતી તાલુકા સહિત સમગ્ર જિલ્લા માંથી મોટી સંખ્યામાં રાજકીય- સામાજિક આગેવાનો સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ અભિવાદન કાર્યક્રમ પાટણ તાલુકાના નગરજનોએ કે.સી.પટેલનુ ૧૫૦૦૦ કિલો ધાન થી અભિવાદન કર્યું હતું તો શહેરની ગુરૂકૃપા ગેસ એજન્સી પરિવારના મનિષભાઇ સોલંકી સહિતના સ્ટાફે કે.સી.પટેલની ગોળ તુલા કરી હતી જ્યારે અન્ય સંસ્થાઓ અને રાજકીય- સામાજિક આગેવાનો એ વિવિધ ભેટ-સોગાદ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શહેરના ૧૦૦ કુપોષિત બાળકોને શૈક્ષણિક કીટ અને યોગ પ્રશિક્ષણ ની ૨૫ બહેનોને સિંદુર ના છોડ અપૅણ કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે કે.સી પટેલના વ્યવસાયીક પાટૅનરો સહિત તેમના અંગત પરિજનોએ કે.સી.પટેલ ની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક કારકિર્દી વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરી તેઓની નિયુક્તિ ને આવકારી હતી.
આ પ્રસંગે સૌનૌ આભાર વ્યક્ત કરતાં કે.સી.પટેલે પાટણના વિકાસની ચિંતા વ્યક્ત કરી પાટણના વિકાસ માટે પ્રબુદ્ધ નગરજનો ની એક ટીમ બનાવી ૧૫ -૨૦ દિવસે એક મિટિંગ બોલાવી તેમાં પાટણના વિકાસ માટે શું કરી શકાય તેની મુક્ત મને ચર્ચા કરવી જોઈએ તેમ જણાવી તેઓએ પાટણના વિકાસ માં ક્યાંકને ક્યાંક પોલીસ ની ખોટી કનડગત જવાબદાર હોવાના તેઓએ ખુલ્લા મંચ પરથી આક્ષેપો કર્યા હતા.
કે.સી.પટેલના અભિવાદન માટે આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા નૈતિક પટેલ,ઉદય પટેલ, કિશોર મહેશ્વરી,દશૅક ત્રિવેદી,જયેશ પટેલ,યતિન ગાંધી , શાંતિભાઈ સ્વામી, રાહુલ પટેલ, ગિરીશ મોદી,હર્ષ પટેલ,
,ભરતભાઈ પટેલ,દિલીપ દેસાઈ,જેતાજી ઠાકોર સહિત પાટણ શહેર, તાલુકા અને જિલ્લાના શુભેચ્છકો, આગેવાનો, કાયૅકરોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here