૫.પૂ.ગો.શ્રી ૧૦૮ શ્રી કાંકરોલી નરેશ ડો.વાગીશ કુમારજી ના વરદ હસ્તે પિયુષ આચાર્ય લિખિત “રામદૂત” પુસ્તક નું વિમો ચન કરાયું…

રામદૂત પુસ્તક સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે મહત્વનું પુસ્તક બની રહેશે : ડો.વાગીશકુમાર…

પાટણ તા. ૬
૫.પૂ.ગો.શ્રી ૧૦૮ શ્રી કાંકરોલી નરેશ ડો.વાગીશકુમારજી ના વરદ હસ્તે પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને લેખક પિયુષ આચાર્ય દ્વારા લીખિત રામદૂત નામના પુસ્તકનું રવિવાર તા.૬ જૂલાઈના રોજ પાટણ એપીએમસી હોલ ખાતે ભકિત સભર માહોલમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન પાટણ હેમ.ઉ.ગુ.યુનિ.ના કુલપતિ પ્રો.કિશોરભાઈ.સી.પોરયા દ્રારા કરાયું હતું,જયારે મુખ્ય મહેમાન તરીકે પાટણ ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ, અતિથી વિશેષ પદે હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે. સી. પટેલ,માર્કેટ કમિટી ચેરમેન સ્નેહલભાઈ પટેલ,ગુર્જરી હોટલના માલિક નિતીનભાઈ રાવલ અને રોટરી પ્રમુખ ડો.પરીમલ જાની સહિત આર્શિવચન માટે પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના પરમ પૂજ્ય નિલમદીદી ઉપસ્થિત રહ્યા હતા.
રામદૂત પુસ્તક વિમોચન પૂર્વે લેખક પિયુષ આચાર્ય એ શાબ્દિક સ્વાગત સાથે સૌ મહાનુભાવો ને આવકારી પુસ્તક ની રૂપરેખા રજૂ કરી પુસ્તક પ્રકાશનમાં સહયોગી બનેલ દાતાઓ સહિત નામી અનામી સૌનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ૫.પૂ.ગો.શ્રી ૧૦૮ શ્રી કાંકરોલી નરેશ ડો.વાગીશકુમારજી એ જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ ને ટકાવી રાખવા અને આજની યુવા પેઢી આપણી સનાતન સંસ્કૃતિથી વાકેફ બને તે માટે આવા ધામિર્ક પુસ્તકો લખાતા રહેવા જોઈએ.તેઓએ લેખક પિયુષ આચાર્ય દ્રારા લિખિત પુસ્તક રામદૂત ની સરાહના કરી આગામી દિવસોમાં પણ તેઓની કલમે આવા સનાતન સંસ્કૃતિ ને ઉજાગર કરતાં પુસ્તકો લખાતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પણ રામદૂત પુસ્તક પ્રકાશિત કરવા બદલ લેખક પિયુષ આચાર્ય ને બિરદાવી આવા પુસ્તકો નું વાંચન થવું જોઈએ તો જ આપણી સનાતન સંસ્કૃતિને આપણે સાચા અર્થમાં જાણી શકીશું તેમ જણાવી લેખક નો ઉત્સાહ વધારી આગામી દિવસોમાં લેખક દ્રારા સરળ ભાષામાં ભગવત ગીતા પર પુસ્તક તૈયાર કરવા અપીલ કરી હતી.
તો પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના પરમ પૂજ્ય નિલમ દીદી, ભરૂચ ના વિદ્વાન વકતા સહિત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.કિશોરભાઈ પોરયા,હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ સહિતના મહાનુભાવોએ રામદૂત પુસ્તક વિમોચન ની શુભેચ્છાઓ પાઠવી પુસ્તકને અનુરૂપ પોતાનુ ઉદબોધન આપી લેખક પિયુષ આચાર્યને શુભેચ્છા
ઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા લેખક પિયુષ આચાર્ય ને બુકે, શાલ અને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રામદૂત પુસ્તક વિમોચન કાર્યક્રમ નું સફળ સંચાલન આશુતોષ પાઠક અને સંજય મોદીએ કયુઁ હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here