અનાવાડાના શ્રી ખેજડીયાવીર દાદાની રથયાત્રા સાથે મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ કરાયો…

પાટણ પ્રજાપતિ ઈંટોવાળા પંચ પરિવારે યજ્ઞના દર્શન પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી..

પાટણ તા. ૧
ભાદરવા સુદ નોમ ના પવિત્ર દિવસે પાટણ સમીપ આવેલા અનાવાડા ગામના શ્રી ખેજડીયાવીર દાદા મંદિર પરિસર ખાતે પાટણ પ્રજાપતિ ઈંટોવાળા પંચ દ્વારા છેલ્લા 35 વર્ષથી આયોજિત કરાતા લઘુરુદ્ર યજ્ઞનું ચાલુ સાલે પણ ભક્તિમય માહોલ વચ્ચે શ્રી ખેજડીયાવીર દાદાના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગને લઈને યજમાન પરિવારના નિવાસ્થાનેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે શ્રી ખેજડિયા વીર દાદાજીના ધજાદંડ સાથે રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શ્રી ખેજડિયાવીર દાદાના રથ નું શહેરના રાજમાર્ગ પર ઠેર ઠેર ભકતો દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી ખેજડીયા વીર દાદા ના મંદિર પરિસર ખાતે આયોજિત લઘુરુદ્ર યજ્ઞ ની પૂર્ણાહુતિ પ્રસંગે પાટણ પ્રજાપતિ ઇટો વાળા પંચ પરિવારના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન-પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here