પ્રજાપતિ સમાજ અગ્રણી ભરતભાઈ ના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી શ્રી પદ્મનાભ મંદિરના દર્શન કર્યા..

પાટણ તા. 3
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને હિન્દુ સમ્રાટ ડો. પ્રવીણભાઈ તોગડીયાજી શનિવારે પાટણના પ્રવાસે પધાર્યા હતા.
આ પ્રવાસ દરમ્યાન તેઓએ પ્રજાપતિ સમાજના જાણીતા અગ્રણી ભરતભાઈ પ્રજાપતિ ના હીરો- ટોયોટા ના શો- રૂમ અને તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ડો. પ્રવીણભાઈ તોગડીયાજીનું ભરતભાઈ પ્રજાપતિ અને તેમના સુપુત્ર નાંદીશ પ્રજાપતિ અને પરિવારજનો સાથે નવનીતભાઈ કોન્ટ્રાક્ટર સહિત પ્રજાપતિ સમાજના આગેવાનોએ સ્વાગત- સન્માન કરી આવકાર્યા હતાં.


ત્યારબાદ તોગડિયાજી એ પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભ જી મંદિર પરિસર ખાતે પધારી ભગવાનની આરતી-દર્શન નો લાભ લઈ માટીના કયારા સ્વરૂપે પુજાતા ભગવાન શ્રી પદ્મનાભજી સહિત વાડી પરિસરમાં બિરાજમાન 33 કોટી દેવી- દેવતાઓ, 88 હજાર ઋષિમુનિઓ અને 56 કોટી યાદવો નો ઇતિહાસ જાણી તેઓ અભિભૂત બન્યાં હતાં.
શ્રી પદ્મનાથ મંદિર પરિસર ખાતે પધારેલા હિન્દુ સમ્રાટ ડો.પ્રવીણભાઈ તોગડિયા નું મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ સ્વામી, સમાજના આગેવાન ભરતભાઈ પ્રજાપતિ, ધર્મેશ પ્રજાપતિ, ચિંતન પ્રજાપતિ,ચમનભાઈ પ્રજાપતિ,રમણભાઈ પટણી,નીરૂભાઈ પ્રજાપતિ, સંજય સ્વામી, ઋત્વિક પ્રજાપતિ,જીગર પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના વિવિધ સંગઠનના આગેવાનો, કાર્યકરોએ વિવિધ મોમેન્ટો અને ભગવાન શ્રી પદ્મનાભની ફોટો પ્રતિમા ભેટ ધરી હતી.
સ્વાગત સન્માન બદલ ડો.પ્રવિણભાઈ તોગડીયાજીએ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમાજ આગેવાન ભરતભાઈ પ્રજાપતિ પરિવાર સાથે સમાજના વિવિધ સંગઠનો નો આભાર વ્યક્ત કર્યો હતો.



