આત્મનિર્ભર ભારત અને પેપર બેગ દિવસ નિમિત્તે NCC યુનિટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ તા. 11
7 ગુજરાત બટાલિયન NCC, મહેસાણા અને NGES સંચાલિત શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાલા આર્ટ્સ કોલેજ, એમ. એન. સાયન્સ કોલેજ તથા શ્રીમતી ટી. એસ. આર. કોમર્સ કોલેજ અને HNGU ના NCC યુનિટ દ્વારા શુક્રવારે આત્મનિર્ભર ભારત અને પેપર બેગ દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત એક રેલીના આયોજનથી કરવામાં આવ્યું હતું જેમાં ટીબી ત્રણ રસ્તાથી લઈને યુનિવર્સિટી અને ત્યાંથી કોલેજ કેમ્પસ સુધી ગયા હતા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના પોસ્ટરો અને કાગળની બેગ લઈને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને લોકોને સમજાવવામાં આવ્યા હતા, ત્યારબાદ NGES કેમ્પસમાં પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ એક્ટિવિટી હાથ ધરવામાં આવી હતી.જેમાં એક ખાડો કરી પ્લાસ્ટિક નાખવામાં આવ્યું હતું એમાં NCC ના સર્વે કેડેટ ANO અને આર્મીનો સ્ટાફ જોડાયો હતો. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિક મુકિત અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો.
ત્યારબાદ કેમ્પસમાં પેપર બેગ કેવી રીતે બનાવવી જેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ “આત્મનિર્ભર ભારત” વિષયક પ્રવચન સત્ર યોજાયું હતું, જેમાં સન્માન સાથે NGES કેમ્પસ સૉંગની પ્રસ્તુતિ પછી મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત ડૉ. પરીક્ષિતસિંહ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ NCC કેડેટ્સ દ્વારા આત્મનિર્ભર ભારત વિષય પર ઉત્તમ વક્તવ્ય રજૂ થયા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા કેપ્ટન ડૉ. એલ. એસ. ભૂતડિયાએ આત્મનિર્ભર ભારત વિષય પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમની આભારવિધિ લેફ્ટિનન્ટ ડૉ.ગૌરાંગ રામી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 7 ગુજરાત બટાલિયન, NCC મહેસાણાથી નાયબ સુબેદાર જગતારસિંહ તથા હવાલદાર સંતોષસિંહ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માટે NGES કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રો. જય ધ્રુવે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here