ઓક્સફોર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માટીમાંથી તૈયાર કરાયેલી ભગવાન શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન કરી ગણેશ ઉત્સવનો પ્રારંભ કરાયો…

સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ પરિવાર અને શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ગણેશજી અને ગણેશ મહોત્સવનું મહત્વ સમજાવ્યું..

પાટણ તા. ૨૭
વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશજીના ગણેશ ઉત્સવની મહારાષ્ટ્રની સાથે સાથે હવે સમગ્ર ગુજરાતમાં પણ ભક્તિ
મય માહોલ વચ્ચે ગણેશ ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ શહેરની શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર અને જિલ્લાની સૌ પ્રથમ સીબીએસસી માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પરિવાર દ્વારા પણ ભક્તિમય માહોલ વચ્ચે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ચાલુ સાલે પણ ઓક્સફર્ડ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા માટી માંથી તૈયાર કરાયેલી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા ને ગણેશ ચતુર્થીના પાવન દિવસે શાળા સંકુલ માં સ્થાપન કરી ગણપતિ બાપ્પા મોરિયા ના ગગન
ભેદીનાદ સાથે શ્રી ગણેશ ઉત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગણેશ ઉત્સવ ના પ્રારંભ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ જોયન સર સહિતના શિક્ષકો અને શાળા સંચાલક પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ભગવાન ગણેશજી અને ગણેશ ઉત્સવ ના પર્વનું મહત્વ સમજાવી ગણેશ ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી.
ઓક્સફોર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ કેમ્પસમાં શ્રી ગણપતિ દાદા ના આયોજિત કરાયેલા મહોત્સવને લઈને સમગ્ર કેમ્પસનું વાતાવરણ ભગવાન ગણેશજીની ભક્તિના રંગે રંગાયુ હતું.
અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here