ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરના સર્વિસ રોડ ગરનાળામાં ટ્રાફિક-રખડતા પશુઓના ત્રાસથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.

એસ.ટી.બસ ડ્રાઇવરો માટે આ ટ્રાફિક જામ માથાના દુ:ખાવારૂપ બની…

પાલીકા-પોલીસ તંત્ર ભેદી મૌન તોડી ટ્રાફિક રખડતાં ગાયો આખલાઓ અડચણરૂપ લારીઓ પાથરણાંવાળા દૂર કરશે



બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્યમથક થરા નગર ઓવર બ્રીજની બંને તરફના મુખ્ય સર્વિસ રોડ તથા માર્કેટ યાર્ડ દરવાજા, ટોટાણા રોડ તથા દિયોદર રોડ સામે, ત્રણેય ગરનાળા આજુબાજુ ખાનગી વાહનો,લારીઓ પાથરણાં વાળાઓનો જમાવડો અને આ જાહેર સ્થળોએ જમાવડો કરીને બેઠેલા લોકો સડેલાં શાકભાજી, ફરસાણ ફાસ્ટફુડવાળા એંઠવાડનું પાણી રોડ પર નાખતાં માર્ગો પર રખડતા ગાય આખલા જેવા પશુઓનો ખોરાક શોધતા સતત દોડાદોડી કરે છે જેમાં ઘણીવાર બે ત્રણ આખલાઓ ભેગા થઈ જતાં આખલાયુધ્ધ થાય છે ત્યારે આ અફડાતફડીમાં જે કોઇ ઝપટે ચડી જાય તેના ફુરચા બોલે છે..કે હોસ્પિટલમાં જાય છે આ ત્રાસ દિવસેને દિવસે વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરને કારણે થરા નગરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતાં ઢોરો ગાયો આખલાઓ ના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ ઘણીવાર નગરમાં વાહન ચાલકો સહીત સ્થાનિક લોકની ફરિયાદ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. થરા નગરના મુખ્ય માર્ગ અને નેશનલ હાઇવે થી લઈને માર્કેટ યાર્ડ,ટોટાણા,દિયોદર રોડ ગરનાળા તેમજ મહારાણા પ્રતાપ ચાર રસ્તા ઉપર ગાય આખલાઓનું સામ્રાજય જોવા મળે છે થરા નગરમાં જયાં જુઓ ત્યાં રખડતા ગાય આખલાઓ જાહેર રોડ રસ્તા વચ્ચે નજરે પડે છે અને અનેકવાર નગરમાં અકસ્માતના લોકો ભોગ બની ચૂક્યા છે છતાં તંત્ર ભેદી મૌન સેવી રહ્યું છે.ત્યારે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ વગેરે સવાલો લોકો કરી રહ્યા છે.તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવાની કવાયત ઝડપી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.
થરા નગરમાં જો તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો થરા નગરમા રખડતા ઢોરને કારણે અનિચ્છનીય બનાવ બને તેવો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે થરા નગર ખાતે આખલાઓનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળી રહ્યું છે.ગાય આખલાઓ, ઓવરલોડ રેત ભરીને ચોવીસ કલાક દોડતા ટર્બા ટ્રકો ટ્રાફિકની વિકટ સમસ્યા ઊભી કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રખડતા ઢોર ગાયો આખલાને નંદી ગૌ શાળામાં મોકલવામાં આવે અને દિવસે ટર્બા ટ્રકો સર્વિસ રોડ પર ન આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે થરા નગરજનો વાહનચાલકો અને વેપારીઓની માંગ ઉઠવા પામી છે.બીજી તરફ થરા નગરમાં ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.ત્યારે માર્કેટ યાર્ડ ટોટાણા દિયોદર રોડ ગરનાળામાં પણ દિવસભર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે અને વાહનોની લાઈન લાગી જવા પામે છે. થરા તાણા નગર રોડ પર શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોવાથી સવારે દશ થી અગિયાર,બપોરે ૧.૩૦ થી ૨.૩૦ અને સાંજે ૪.૩૦ થી ૫.૩૦ બહુચરાજી મંદિર નિલકંઠ મંદિરથી બસ સ્ટેન્ડ,માર્કેટ યાર્ડ સામે ગરનાળાથી પોલીસ સ્ટેશન,
સી.એમ.શાહ કન્યા વિદ્યાલય સુધી પોલીસ ટીઆરબી યુવાનો મૂકી ટ્રાફિક નિયંત્રણ થાય તેવી લોક માંગ છે.થરા માર્કેટ યાર્ડ ગરનાળાથી ઓગડ વિદ્યા મંદિર રોડ પર વારંવાર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળતા હોય છે.ત્યારે હાઈવે ઉપર આવેલા દિયોદર રોડ ત્રણ રસ્તા માર્કેટયાર્ડ નજીક પણ ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયાં છે.
છેલ્લા કેટલાક સમયથી ઓગડ તાલુકામાં ખેતીના પાકોની સિઝન અને શૈક્ષણિક નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પરીક્ષાઓ ચાલતી હોવાના કારણે અવાર- નવાર ટ્રાફીક સર્જાતું હોય છે નેશનાલ હાઈવે હોવાથી ટ્રાફિક જામના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. ઓગડ તાલુકામાં કૃષિપાકની સીઝન હોવાથી વાહનોની અવરજવર વધતા ટ્રાફિક સમસ્યા પેચીદી બની જવા પામી હતી હાઇવે ઉપર ઠેરઠેર રેત ભરેલા ટર્બા ટ્રકો ટ્રેક્ટરોની લાઈનો જોવા મળી રહી છે.ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન ન થતું હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે પોલીસ ક્યાં ??

યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here