કાંકરેજ-ઓગડ તાલુકામાં યુરિયા ખાતરના વિતરણને લઈને ખેડૂતોનો રોષ આસમાને પહોંચ્યો છે…

તંત્ર લાચાર કે પછી દારૂબંધી જેવું??

કાંકરેજ-ઓગડ તાલુકામાં યુરિયા ખાતરના વિતરણને લઈને ખેડૂતો નો રોષ આસમાને પહોંચ્યો છે. વાવણીના ટાણે પાકને જીવંત રાખવા માટે જરૂરી યુરિયા ખાતર નો પુરતો સ્ટોક ગોડાઉનમાં હોવા છતાં ખેડૂતોને આપવાનું ટાળવા માં આવી રહ્યું છે અને અંદરખાને ગેરકાયદેસર રીતે કાળાબજારમાં ધકેલાતું હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા તીવ્ર રીતે ઉઠાવવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આખી રાતથી અને સવારના ચાર વાગ્યાથી લાઇનમાં ઊભાં રહી ને અંતે નિરાશ થઈ પરત ફરવું પડે છે, જ્યારે વેપારીઓ અને દલાલોની પાસે ખાતર સરળતાથી મળી જાય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીન પર તંત્ર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયું છે અને કેટલાક જવાબદાર અધિકારીઓ અને ખાનગી વિતરણકારો વચ્ચે ગઠબંધન તૈયાર થઈ ગયું છે, જેમાં ખેડૂતને લૂંટવાનો આખો ખેલ ચાલી રહ્યો છે.ખેડૂત મફાભાઈનું કહેવું છે કે ‘અમને પાક બચાવવા ખાતર જોઇએ છે, પરંતુ અહીં અમને લાઇનમાં ઊભા રાખીને થાકાવી દેવાય છે, ખાતર કોઈને મળે તો જાણે ઉપકાર કરે તેવી સ્થિતિ ઊભી કરી દેવાઈ છે.ગોડાઉનમાં સ્ટોક છે એ બધાને ખબર છે,છતાં ખેડૂતો ને ખાલી બેરાન મોકલવામાં આવે છે.જેઓ પૈસા આપે છે તેમની પાસે રાતોરાત ખાતરના થેલો પહોંચી જાય છે.”તે જ રીતે લાઇનમાં ઉભેલા એક ખેડૂતે પણ આક્ષેપ કર્યો કે હાથમાં ટોકન હોવા છતાં ખેડૂતને પાછો ફેરવી દેવામાં આવે છે અને પછી એ જ થેલાઓ બજારમાં વધારાના ભાવે વેચતા લોકો દેખાઈ આવે છે.“આમ ખુલ્લે આમ લૂંટ ચાલી રહી છે અને તંત્ર માત્ર દેખાવ કરે છે,” એમ તેમણે કડક પ્રતિક્રિયામાં કહ્યું.
ખેડૂતોની પીડા સ્પષ્ટ છે એક બાજુ ખેતરમાં પાક સુકાય એની ભીતિ અને બીજી બાજુ ખાતર મેળવવા માટે અપમાનજનક ગેરવહીવટનો સામનો. ખેડૂતો કહે છે કે વાવણીનો નિર્ણાયક સમય ચાલે છે, એરંડા, રાયડા, જીરા સહિતના પાકને યુરિયા મળ્યા વગર જીવતા રાખવું મુશ્કેલ છે અને આવી પરિસ્થિતિમાં રાજય ના અધિકારીઓ ખેડૂતની સાથે નહી પરંતુ દલાલો સાથે મળીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે.
આ સમગ્ર કાંડ સામે પૂર્વ તાલુકા પંચાયત સભ્યે કડક શબ્દોમાં જણાવ્યું કે, “આ તો સ્પષ્ટ લૂંટ છે. સ્ટોક હોવા છતાં ખેડૂતને ખાતર મળતું નથી અને બ્લેકમાં
વેચાણ કરી નફો કમાવવાની ગંદી સિસ્ટમ ઉભી થઈ ગઈ છે. આ પંથકના ખેડૂત પર અત્યાચાર બરદાશ્ત નહી થાય, અમે તેમને ન્યાય અપાવવા દરેક સ્તરે લડત લડીશું.” તેમણે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા ચેતવણી પણ આપી. મુદ્દે સખત શબ્દોમાં તંત્રને આડે હાથ લીધું છે. તેઓએ જણાવ્યું કે,“જયારે ખેડૂત ખેતર માં જીવ મરે છે ત્યારે અહીં કાળા બજારિયા અને દલાલો કમાણી કરે છે.આ પંથકના લોકોના લગ્નની સીઝન બધું જ ખેડૂતના પરિશ્રમ પર ચાલે છે. આજે એ જ ખેડૂતને ખાતર માટે લાઈનમાં ઉભા રાખવામાં આવી રહયા છે. આ અયોગ્યતા અમે ચાલવા નહિ લઈએ.”
કેટલાક ખેડૂતો એવું કહે છે કે આ ભ્રષ્ટાચારીઓને ₹.૩૩૦૦/- આપે તો દશ ખાતરની થેલી કેવી રીતે મળે છે તેની તપાસ પણ થવી જોઈએ..શું ખેતીવાડી અધિકારી મામલતદાર ટીડીઓ આ બાબતે તપાસ કરશે??
કુલ મળીને, કાંકરેજ-ઓગડ તાલુકામાં યુરિયા ખાતર વિતરણ ના નામે ચાલી રહેલી ગેરવહીવટે ખેડૂતોને રસ્તા પર ઉતારવાની પરિસ્થિતિ ઊભી કરી છે.દલાલો, ખાનગી વિતરણકારો અને ભ્રષ્ટ તંત્રની સાંઠગાંઠ હોવાનો ખેડૂતો નો સખત આક્ષેપ છે,
ખેડૂત સ્પષ્ટ કહી રહ્યા છે“ એક આધાર કાર્ડ પર એક ખાતરની થેલી આપે છે ત્યારે આ બાબત ની ઊલટ તપાસ કરવામાં આવે તો ક્યા ખેડૂતને ખરેખર શું મળ્યું?અમારી વાવણી,અમારી મહેનત અમારું ભવિષ્ય ખાતરની કાળા બજારીમાં વેડફાઈ રહયું છે”
એક આક્રોશ એવો વ્યકત થઈ રહયો છે કે ખેડૂતોની મજબૂરીનો લાભ લેવા એવું કહેવામાં આવે છે કે ડી.એ.પી.ની એક થેલી લો તો ચાર થેલી યુરિયા ખાતરની મળશે.. જો આ બાબત સાચી હોય તો તે વિક્રેતા પાસે યુરિયા ખાતરની થેલીઓ આ રીતે કેટલી વેચી .??કેટલાક લાગવગવાળા ખેડૂતો મંડળીઓના ચેરમેન મંત્રીઓએ ખાતરનો મોટો સ્ટોક પોતાના ખેતરના ગોડાઉન કે શેડમાં કર્યો છે આ બાબતની તપાસ કરવામાં આવે તો ખાતરની આ અછતનું રહસ્ય બહાર આવે અને સરકારને બદનામ કરતા તત્વો ખુલ્લા પડે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here