પા.તા.પં.સામાજિક ન્યાય સમિતિના ચેરમેને સંવાદ કાર્યક્રમ યોજી ગ્રામજનોની સમસ્યાઓ જાણી યોગ્ય કરવાની ખાતરી આપી..

પાટણ તા. ૨૨
પાટણ તાલુકા ના કુણધેર ગામે શુક્રવારે પાટણ તા.પં.સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર ની અનુસુચિત જાતિ ની અંગભૂત યોજના ગ્રાન્ટ અંતર્ગત અનુસુચિત જાતિ વાસ મા પેવર બ્લોક તથા અનુસુચિત જાતિ સમાજના સ્મશાન ના વરંડા ના કામનું શુક્રવારે ખાત મુહૂર્ત સામાજિક ન્યાય સમિતિ
ના ચેરમેન નરેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુણધેર સરપંચ ગાંડાજી ઠાકોર,ડેલીગેટ દિપસિંહ ઠાકોર, ઉપસરપંચ દેવાભાઈ દેસાઈ, પુર્વ સરપંચ કાન્તીભાઈ દેસાઈ
,ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મનીષ પરમાર, સામાજિક અગ્રણી વકીલ ગીરીશ પરમાર, પુર્વ ઉપપ્રમુખ પાટણ તાલુકા ભાજપ નરેન્દ્રભાઈ વાણીયા સહીત અનુસુચિત જાતિ ના આગેવાનો,વડીલો, ગ્રામ પંચાયત ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ ખાતમુહુર્ત પ્રસંગે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ તથા સદસ્યો અને ગ્રામજનો સાથે મુક્તમને સંવાદ પણ કરવામાં આવ્યો હતો જેમા સરપંચ ગાંડાજી ઠાકોર દ્વારા કુણધેર ગામે શ્રી ચુડેલ માતાજી નુ મંદિર હોઈ એકસપ્રેસ બસો નુ સ્ટોપેજ આપવા તેમજ વારંવાર કુણધેર બસ સ્ટેન્ડ પર અકસ્માત થતા હોઈ સ્પીડ બ્રેકર બનાવવા રજુઆત કરતાં આ બાબતે તંત્ર નું ધ્યાન દોરી નિરાકરણ લાવવા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે ખાતરી આપી હતી.



