પાટણ તા.૧૫
હરિદ્વારના પવિત્ર સર્વાનંદ ઘાટ પર એક અનોખો કાર્યક્રમ યોજાયો જેમાં પાટણ સમીપ આવેલા કુંણઘેર સ્થિત ચૂડેલ માતાજી મંદિર ટ્રસ્ટે ગંગા મૈયાને ૩૫૧ ફૂટ લાંબી વિશેષ સાડી અર્પણ કરી હતી. ટ્રસ્ટના સભ્યો બચુભાઈ નાયક, સંજયભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, અરવિંદભાઈ વ્યાસ,સુરાજી રાજપૂત અને ખોડાજી ઠાકોરે આ અર્પણવિધિ નો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો હતો.
આયોજકોએ પૂજા-અર્ચના અને ગંગા આરતીનું પણ આયોજન કર્યું હતું. ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગંગા નદીની પવિત્રતા અને મહત્તા જાળવવાનો સંદેશ આપવાનો છે.
આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણની સુરક્ષા અને નદીઓની સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવી. ઉપસ્થિત સૌએ ગંગા મૈયાના જયઘોષ સાથે કાર્યક્રમને વધાવી લીધો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



