ગાંધીનગર ખાતે નોર્થ ગુજરાત ઈ.એન.ટી.સર્જન્સ એસોસિએશન દ્વારા લાઈવ સર્જીકલ વર્કશોપ યોજાયો…

ગાંધીનગર ખાતે યોજાયેલ આ વર્કશોપમાં દેશના ગણમાન્ય અને પોતાના વિષયમાં ખૂબ જાણકાર હોય તેવા સર્જન્સને લાઈવ સર્જરી દર્શાવવા માટે આમંત્રિત કરાવામા આવ્યા હતા.
જેમા ગુજરાતમાંથી એક માત્ર ઓપરેટિંગ ફેકલ્ટી તરીકે જી.એમ.ઈ.આર.એસ.મેડિકલ કોલેજના ડીન ડો.હાર્દિકભાઈ શાહને ખાસ આમંત્રિત કરવામા આવ્યા હતા.
આ વર્કશોપમાં સમગ્ર ગુજરાતના અત્યંત વ્યસ્ત અને સફળ ઈ.એન.ટી.સર્જન્સ ,મોટી સંખ્યામાં, નવી ટેકનોલોજી અને સારવારની નવી પદ્ધતિઓ શીખવા માટે ઉપસ્થિત રહેલાં.
ડો.હાર્દિકભાઈ શાહે EUSTACHIAN TUBE DISORDERS અંગે વર્કશોપ દરમિયાન તમામ ડેલીગેટ્સને અવગત કર્યાં તેમ જ તેના ઉપચાર માટેની આધૂનિક સર્જીકલ ટેકનિક પણ પ્રદર્શિત કરી હતી.
ઓપરેશન દરમિયાન પૂછાએલ સવાલોનાં સંતોષકારક જવાબો આપ્યા અને નવાં સર્જન્સને આ ટેકનિક અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા.
સમગ્ર ઓડિયન્સ દ્વારા નવિન પદ્ધતિની જાણકારીથી પ્રોત્સાહિત થઈ અને ડો.હાર્દિકભાઈને અભિનંદન આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.
ડો.હાર્દિકભાઈ આ પ્રકારના 20 થી પણ વધારે વર્કશોપમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની સર્જીકલ સ્કિલ્સ સફળતાપૂર્વક પ્રદર્શિત કરી ચૂકયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here