‘મા બહુચર’ના ભક્તો માટે વડાવલીમાં જામ્યો ભક્તિનો રંગ: નાસ્તો, ચા-પાણી અને આરામની આલીશાન સુવિધા.
શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખના હસ્તે સેવા કેમ્પનું ભવ્ય ઉદ્ઘાટન: સેવાની સરવાણી વહી!
શ્રદ્ધા જ્યારે શિખરે હોય ત્યારે કુદરત પણ તેની વ્હારે આવે છે. ચૈત્રી પૂનમનો અવસર છે અને લાખો માઈભક્તો પોતાના આરાધ્ય દેવી મા બહુચરના દર્શન કરવા ડગ માંડી રહ્યા છે. પાટણના ચાણસ્મા પંથકમાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે પદયાત્રીઓના આકરા સંઘર્ષને સુખદ બનાવવા માટે ચાણસ્માની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ બ્લડ સેવા સમિતિ મેદાને આવી છે. વડાવલી ગામ ખાતે માનવતા અને ભક્તિનો એક એવો સંગમ જોવા મળ્યો છે, જે જોઈને તમે પણ કહેશો – ‘સેવા હોય તો આવી!'”
“પાટણ જિલ્લાના ચાણસ્માના વડાવલી ગામે જાણે ભક્તિનું ધામ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મા બહુચરના જયઘોષ સાથે નીકળેલા પદયાત્રીઓ જ્યારે થાકીને લોથપોથ થાય છે, ત્યારે આ સેવા કેમ્પ તેમના માટે એક વિસામો સાબિત થઈ રહ્યો છે.
અહીં માત્ર સુવિધા નથી, પણ આત્મીયતા છે! ગરમાગરમ પૌષ્ટિક નાસ્તો, તન-મનને તાજગી આપતી ચા અને આરામદાયક બેઠક વ્યવસ્થા અહીં 24 કલાક ઉપલબ્ધ છે. ભક્તોનો ઉત્સાહ વધારવા માટે ડીજેના તાલે ભક્તિમય મનોરંજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ભવ્ય સેવા કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન ‘શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ’ના પ્રમુખ રાજુભાઈ એમ. રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ આયોજનને બિરદાવતા જણાવ્યું કે, યુવાનો દ્વારા કરવામાં આવતી આ નિઃસ્વાર્થ સેવા જ સાચો ધર્મ છે.
ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ સમિતિના હજારો સ્વયંસેવકો ‘સેવા એ જ પરમો ધર્મ’ના મંત્ર સાથે ખડેપગે છે. પદયાત્રીઓના ચહેરા પરનો સંતોષ આ યુવાનોની મહેનતનું સૌથી મોટું ફળ છે.”
“ખરેખર, જ્યારે શ્રદ્ધા સાથે સેવા ભળે છે ત્યારે આવો જ સુંદર માહોલ સર્જાય છે. સલામ છે એ તમામ સ્વયંસેવકોને જેઓ પદયાત્રીઓની સેવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી રહ્યા છે…….



