

ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી કરાતી શૈક્ષણિક સેવા સરાહાનીય બની…



પાટણ શહેરમાં ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ 1978,1984,1989 માં પરમ પૂજ્ય વંદનીય શ્રી ડોંગરેજી મહારાજ આયોજિત કરાયેલ ભાગવત સપ્તાહમાં આવેલ દાન-ભેટ ની રકમ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની પ્રેરણાથી તેઓ દ્વારા પાટણ શહેર અને પંથકના જરૂરિયાતમંદ પરિવારજનોમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સહિત પૂરી પાડવા માટે અર્પણ કરવામાં આવી હતી ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આ દાન ભેટની રકમના વ્યાજમાંથી શરૂઆતમાં પાટણના જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની કીટ અર્પણ કરવામાં આવતી હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા આ વ્યાજ ની રકમ શૈક્ષણિક કાર્યમાં વાપરવાનો નિર્ણય કરી છેલ્લા 20 વર્ષથી પાટણ શહેરની સરકારી, અર્થ સરકારી તેમજ જરૂરિયાતમંદ શાળાના વિદ્યાર્થીઓને સ્કુલ બેગ સહિત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી રહી છે.
ત્યારે ચાલુ સાલે પણ સોમવારના દિવસે ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ શહેર અને પંથકની સરકારી,અર્ધ સહકારી અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ વાળી જુદી જુદી 65 જેટલી શાળાઓના 1500 થી વધુ વિદ્યાર્થીઓને સ્કુલ બેગ અને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ શૈક્ષણિક કીટ વિતરણ ના કાર્યક્રમમાં ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ પાટણના મેનેજિંગ ટ્રસ્ટી ડો.શંકરભાઈ પટેલ,ડો. જે.કે. પટેલ,જોઈતાભાઈ પટેલ, હર્ષદભાઈ ખમાર, દિલીપભાઈ સુખડિયા, યતિનભાઈ ગાંધી, ભરતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, પ્રવીણભાઈ ભટ્ટ અને નિમેષભાઈ પટેલ સહિતના સભ્યો સાથે વિવિધ શાળાના આચાર્યો, સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



