ચાણસ્મા સાંઈબાબા મંદિર ચોરી નો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલતી પોલીસ..

મોટી પીપળી ના આરોપી ને ચોરીના મુદામાલ સાથે ઝડપી કાયૅવાહી હાથ ધરી..

પાટણ તા. ૧૪
ચાણસ્મા માં આવેલા સાઈબાબા મંદિરની બાજુના ધુણાવાળા મંદિર માંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસો માં ઉકેલી આરોપી ભરતભાઇ વિભાભાઇ રાવળ રહે. મોટી પીપળી તાલુકો રાધનપુર વાળાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચાણસ્મામાં સાઈબાબા મંદિરની બાજુમાં આવેલા ધુણાવાળા મંદિર માંથી ચોરી કરનાર આરોપીને પકડી તેની પૂછપરછ દરમિયાન આરોપીએ તા. ૭ જૂન ૨૦૨૫ ના રોજ મંદિર માંથી ચાંદીની પાદુકાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી અંદાજે ૧.૫ કિલોગ્રામ વજનની ચાંદીની પાદુકા કિંમત રૂપિયા ૭૫૦૦૦ અને રોકડ રકમ રૂ. ૫૭૦૦ જપ્ત કરી ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here