તરુણચંદ્ર સોલંકી અને અરુણકુમાર સાધુએ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાના જન્મ દિવસે વીર મેઘમાયાનુ તૈલ ચિત્ર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી…

ભારતીય જનતા પાર્ટીના અદના આગેવાન અને
ગુજરાત સરકારના વિવિધ વિભાગો પૈકી ઉર્જા, પેટ્રોકેમિકલ્સ , સહકાર, વહીવટી સુધારા, શિક્ષણ, (પ્રાથમિક, માધ્યમિક, પુખ્ત), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારીતા, સશક્તિકરણ, શ્રમ અને રોજગાર વિભાગ સહિતના મહત્વપૂર્ણ વિભાગોમાં કેબિનેટ વ રાજ્ય મંત્રી તરીકે સફળતાપૂર્વક લાંબો સમય સુધી મંત્રી તરીકેની કામગીરી સુપેરે પાર પાડનાર
તદ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ સફળતાપૂર્વક સંચાલન કરીને સંસદીય પ્રણાલિકાઓને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર અને ઇડર વિધાનસભાના પ્રવર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા ના 74 વર્ષના જીવન પ્રવેશ નિમિત્તે ગુજરાત વણકર સમાજના રાજ્ય પ્રમુખ તરુણ ચંદ્ર પ્રેમજીભાઈ સોલંકી અને ડોક્ટર આંબેડકર વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર મોહનલાલ સાધુએ પણ શ્રીમાન રમણલાલ વોરાને શાલ ઓઢાડી દલિત સમાજના આરાધ્યા દેવ, જળ દેવતા પ્રથમ બલિદાની મહાપુરુષ વીર મેઘમાયાજીનુ તૈલ ચિત્ર અર્પણ કરીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ શુભ દિવસે વિવિધ સમાજના સામાજિક/ રાજકીય આગેવાનો ,કાર્યકરો શુભેચ્છકો સ્નેહીજનોએ પણ ગાંધીનગર સેક્ટર 8 ખાતે આવેલ તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી અને એક નીડર, નિષ્પક્ષ, સ્પષ્ટ વક્તા, લડાયક લીડર તરીકે સરકારમાં રહીને દરેક વર્ગના લોકોના હિતોનું રક્ષણ કરવા માટે જાહેર જીવનમાં મળેલ તક થકી વિનમ્ર પ્રયાસ કરવા બદલ જન્મદિવસની શુભેચ્છાઓ આપવાની સાથે આગામી જીવનકાળ પણ પ્રગતિમય આરોગ્યમય સુખમય જીવન વિતાવે તેવા શુભાષિશ પાઠવ્યા હતા.
શુભેચ્છકો દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી બદલ આભાર વ્યક્ત કરતા રમણલાલ વોરા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકારમાં વિવિધ પદ પર કામ કરવાનો મોકો મને મળેલ છે જે મારા માટે ગૌરવ અને આનંદની વાત છે આજીવન હું ભારતીય જનતા પાર્ટીના એક સંનિષ્ઠ આગેવાન તરીકે કાર્યરત રહીશ. અને ભારતીય જનતા પાર્ટીના દેશ સમાન વિકાસના કાર્યોને તન મન ધન થી પરી પૂર્ણ કરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here