હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ મુકામે યોજાયેલ ‘રાજમાતા નાયકીદેવી એથ્લેટિક્સ સ્પર્ધા –૨૦૨૬’માં કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કાંતાબેન કીર્તીલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ, થરાની બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. કોલેજનું નામ રોશન કરનાર તમામ ચેમ્પિયન બહેનો તેમજ તેમને તૈયાર કરનાર પીટીઆઈ હિતેશભાઈ ચૌધરીની મહેનત અને માર્ગદર્શનને સંસ્થાના પ્રમુખ ધીરજભાઈ શાહ, પ્રિન્સિપાલ ડૉ. ડી.એસ. ચારણ તથા સમગ્ર કોલેજ પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને તેમના આગામી ઉજ્જવળ ભવિષ્ય માટે હૃદયપૂર્વકની શુભેચ્છા ઓ વ્યક્ત કરવામાં આવે છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા
Home Gujarat BANASKANTHA થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની બહેનોનો હેમ.ઉ.ગુ.યુ. કક્ષાની ‘રાજમાતા નાયકીદેવી એથ્લેટિક્સ સ્પર્ધામાં...




