કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ અને કોમર્સ કોલેજ,થરા અને જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમના ભવિષ્યને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા માટે ઉદીશા અંતર્ગત “કેરિયર કાઉન્સિલિંગ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ કારકિર્દી અવસરો વિશે જાગૃત કરવો તથા તેમની રસ, કુશળતા અને ક્ષમતાનુસાર યોગ્ય માર્ગ પસંદ કરવામાં મદદરૂપ થવાનો હતો.સેમિનારની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ડી.એસ.ચારણ ના પ્રેરણાત્મક સંબોધનથી થઈ હતી. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આજના યુગમાં માત્ર અભ્યાસ પૂરતો નથી, પરંતુ યોગ્ય કારકિર્દીની પસંદગી કરવી અત્યંત મહત્વની છે. જીવનમાં સફળતા મેળવવા માટે સ્વ-જ્ઞાન, દ્રઢ નિશ્ચય અને યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. સેમિનારમાં આમંત્રિત થયેલા નિષ્ણાત કારકિર્દી માર્ગદર્શક અલ્પેશ બારોટ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રો જેવી કે–સરકારી નોકરીઓ, ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગ-વ્યવસાય, શિક્ષણ ક્ષેત્ર, ટેકનોલોજી, ચિકિત્સા, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, સિવિલ સર્વિસિસ તથા સંશોધન ક્ષેત્ર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે માત્ર પરંપરાગત નોકરીઓ જ કારકિર્દી નથી,પરંતુ આજના સમયમાં ડિજિટલ માર્કે ટિંગ,ડેટા સાયન્સ,એનિમેશન ટૂરિઝમ, પેરામેડિકલ,આર્ટ્સ તથા રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ તેજીથી અવસરો વધી રહ્યા છે. સાથે ઘણા વિદ્યાર્થી ઓને પોતાના ભવિષ્ય અંગે સ્પષ્ટતા અનુભવી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા મેળવી.સેમિનાર માં“સ્વ- મૂલ્યાંકન”તથા“કુશળતા વિકાસ” ના મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિશેષ થરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વનરાજભાઈ ઠાકોર અને ટીઆરબી જવાન સાગર દેસાઈ તથા વી. આર. પટેલ આર્ટ્સ કોલેજનાં કેરિયર કાઉન્સિ લિંગના કો.ઓર્ડીનેટર ડૉ.અપૂર્વા સોલંકી તેમના વિધાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં, કોલેજના આયોજકો દ્વારા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવા માં આવ્યો અને વિદ્યાર્થીઓને મળેલી માહિતીનો ઉપયોગ કરીને ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા નક્કી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રિ. ડૉ.ડી.એસ. ચારણના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના કેરિયર કાઉન્સિલિંગના કો. ઓર્ડીનેટર ડૉ. રાજેશ ખાંટ અને ડૉ. મયંક જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.આ કેરિયર કાઉન્સિ લિંગ સેમિનાર વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયક સાબિત થયો. તેનાથી તેમને પોતાના વ્યક્તિત્વ, રસ અને ક્ષમતાને ઓળખીને યોગ્ય કારકિર્દી પસંદ કરવાની પ્રેરણા મળી.આ કાર્યક્રમ વિદ્યાર્થી ઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.અંતે કાર્યક્રમની આભારવિધિ મનોવિજ્ઞાન વિભાગ ના અધ્યાપક ડૉ.નીતેશ પટેલ દ્વારા કરવામાં આવી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા



