સાંસ્કૃતિક વિભાગના સભ્યો સહિતનાઓએ સ્વૈચ્છિક રકત દાન કરી ૯૦ બોટલ રકત એકત્ર કર્યુ…

પાટણ તા. ૩૧
રક્તદાન એ મહાદાન ના મંત્રને ચરિતાર્થ કરવા રવિવારના રોજ પાટણ નગરપાલિકા સંચાલિત એમ. કે .જીમખાના રમત ગમત સંકુલ ખાતે જીમખાના સાંસ્કૃતિક વિભાગ તેમજ પાટણની એસ.કે બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે મેઘા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીમખાના સંકુલ ખાતે આયોજિત કરાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં જીમખાના સાંસ્કૃતિક વિભાગના સભ્ય સહિતનાઓએ સ્વૈચ્છાએ બ્લડ ડોનેટ કરી અંદાજીત ૯૦ બોટલ રકત એકત્ર કરીને જરૂરિયાત મંદ દર્દીઓને સહયોગી બનવાની ભાવનાને ઉજાગર કરી હતી.દરેક બ્લડ દાતાઓને પ્રોત્સાહિત કરવા ભેટ અને પ્રમાણપત્ર અપૅણ કરવામાં આવ્યાં હતાં.
આ બ્લડ કેમ્પને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ ડો.પરિમલ જાની, જયરામભાઈ પટેલ, જય દરજી, જીમખાના સાસ્કૃતિક વિભાગના મનોજ પટેલ,હાર્દિક રાવલ,વાસુ પટેલ,ઉત્કર્ષ પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



