બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ઓગડ નવો જિલ્લો રાધનપુર કે દિયોદર તેનું મુખ્ય મથક બનાવવા વર્ષોથી માંગ સામે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો જાહેર કર્યો તે સમયે કાંકરેજ ધાનેરા તાલુકાની પ્રજાએ બનાસકાંઠા જિલ્લામાં રહેવાની જીદ કરતાં જિલ્લા વિભાજનની કાર્યવાહી આગળ વધે તે પહેલાં રાજય સરકારે નવા સત્તર તાલુકાની જાહેરાત કરી જેમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ,દાંતા તાલુકાનું વિભાજન કરી નવા ઓગડ-૫૫ ગામ અને હડાદ-૭૪ ગામ સાથે તાલુકાની રચના કરવામાં જેમાં કાંકરેજની પ્રજા માટે આસ્થા શ્રદ્ધાના સ્થાન ઓગડનાથજીનું નામ આપી થરાને મુખ્ય મથક બનાવવામાં આવેલ.હવે કાંકરેજ તાલુકાના ૧૦૩ ગામ અને ૨,૭૫, ૬૧૩ વસ્તીમાં કાંકરેજ તાલુકામાં ૪૮ ગામ ૧૩૨૩૦૭ વસ્તી જ્યારે નવ રચીત ઓગડ તાલુકામાં ૫૫ ગામ ૧૪૩૩૦૬ વસ્તી રહેશે. ગઇકાલે વિજયા દશમી દશેરા અને ૧૫૬મી ગાંધી જયંતિના દિવસે જાહેર રજા હોવા છતાં શુભ દિવસ હોવાથી નવ રચીત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાલમાં તાત્કાલિક અસરથી સરકારી ઓફિસો દેવ દરબાર જાગીર મઠના ૧૦૦૮ મહંત બળદેવનાથજી ગુરૂ વસંતનાથજી ની પાવન નિશ્રામાં શરૂ કરી દેવામાં આવી જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની ઓફિસો નગર પાલિકા ભવનમાં
તાલુકા આરોગ્ય અધિકારીની ઓફિસો રેફરલ હોસ્પિટલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી,પ્રાથમિક શાળા-૨ અને બી.આર.સી. ઓફિસ પ્રાથમિક શાળા-૨માં શરૂ કરવામાં આવેલ જેમાં કાંકરેજ તાલુકામાં કાર્યરત મામલતદાર વી એમ પટેલ, ટી.ડી.ઓ.એન.વી. હટાર તથા અન્ય અધિકારીઓને જ ચાર્જ આપી કાર્યરત કરવા પ્રયત્ન થયો ત્યારે લોકોની એવી માંગ છે કે સબ ટ્રેઝરી ઓફિસ એસ.ટી. ડેપો જેવી સગવડ બનાસકાંઠાના આ બે તાલુકા પૈકી એકમાં ચાલુ થાય રેલ્વે સેવાથી વંચિત આ તાલુકાની પ્રજા સારી એસ ટી બસ સેવાનો લાભ મળે તેવું માંગી રહી છે. નવ રચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર માં દબાણો,રસ્તાના ખાડા, રખડતાં ગાય આખલા જેવાં ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હવે તાલુકા મથક બનતાં મામલતદાર-ટીડીઓ કંઇક વિકાસ પ્રજાલક્ષી કામગીરી હાથ ધરશે કે પછી ઉત્સવો ઉજવવામાં ડિઝલ પેટ્રોલના ધુમાડા ઉડાડશે ? મહંત ૧૦૦૮ બળદેવનાથજી મહારાજે ઓગડ નામથી અઢારે આલમે આનંદની લાગણી અનુભવી છે હું આશિર્વાદ આપું છું કે ઓગડનાથજી મહારાજ આ તાલુકાનો સર્વદા વિકાસ કરે.આ પ્રસંગે રાજકીય સહકારી આગેવાનો કાર્યકરો સરપંચો, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, પાલીકા પ્રમુખ સી. એ.સોની, પૃથ્વીરાજસિંહ વાઘેલા, સુખદેવ સિંહસોઢા,ભારતસિંહભટેસરિયા, નટુભાઈ પટેલ,મામલતદાર વી એમ પટેલ,ટી ડી ઓ એન.વી. હટાર ચૌધરી, હરગોવનભાઈ શિરવાડીયા, દિનેશજી ઘાંઘોસ, બાબુભાઈ ચૌધરી, બાબુભાઈ જોષી ચીફ ઓફિસર,સહિત ભાજપ કોંગ્રેસના આગેવાનો સરપંચો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યશપાલસિંહ ટી વાઘેલા ઓગડ થરા




