પવિત્ર શ્રાવણ માસની અમાસે શ્રી શનિદેવ મંદિર ખાતે ધાર્મિક ઉત્સવોની સાથે ભગવાન ને પંચામૃત અભિષેક કરાયો..

પંચામૃત અભિષેકનો લાભ નગર સેવક ગોપાલસિંહ રાજપૂત સહિત ના શનિ ભકતોએ લઈ ધન્યતા અનુભવી…

પાટણ તા. ૨૫
ભગવાન ભોળાનાથની ભક્તિ ના પવિત્ર માસ એવા શ્રાવણ મહિના ની અમાસ ના અંતિમ દિવસે શનિવારના રોજ પાટણ સમીપ આવેલા અનાવાડા સ્થિત શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક પ્રસંગોની સાથે સાથે શ્રી શનિદેવને શનિ ભકતો દ્રારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો.
આ પવિત્ર અભિષેક કાર્યમાં પાટણ નગરપાલિકાના નગરસેવક ની સાથે સાથે અનેકવિધ સેવાકીય-સામાજિક કાયૅમાં હમેશા તન, મન અને ધનથી સહયોગી બનતા ગોપાલસિંહ રાજપૂત સહિત શ્રી સાંઈ એલર્ટ ગૃપના સભ્યો સાથે પાટણના તબીબો,એડવોકેટો,વેપારીઓ સહિત ના પ્રબુદ્ધ નગરજનોએ ઉપસ્થિત રહી ડો.અમિતઓઝા સહિતના બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન શ્રી શનિદેવ ને પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો.
આ પંચામૃત અભિષેક માં 1.250.ગ્રામ ગાયનું ઘી, 1.250 ગ્રામ માખણ, 1.250 ગ્રામ દૂધની ક્રીમ, 11 કિલો દહીં,5 લીટર શેરડીનો રસ,1.250 ચોખ્ખું દેશી મધ,21લીટર ગાયનું દૂધ,2 કિલો કાળા તલ, 11 લીલા નારિયેળ નું પાણી,5 લીટર ગંગાજલ, 5 લીટર ગુલાબજળ, 5 અતર ની બોટલ,500 ગ્રામ ચંદન પાવડર, 3.15 મીટર કાળુ વસ્ત્ર,1 ડબ્બો તલનું તેલ,2 ડબ્બા સરસવનું તેલ અને ફૂલનાહારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શ્રી શનિદેવ મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા શ્રી શનિદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શની ભક્તોએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગોને યાદગાર બનાવ્યાં હતાં.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here