પાટણના કોમ્પલેક્ષો અને બિલ્ડીંગોની સીડીઓમાં લગાવેલા દેવી દેવતાઓ ના ફોટા – તકતીઓ ને બજરંગ દળ ના કાર્યકરો એ દુર કરી..

હિન્દુ દેવી-દેવતાઓ ના ફોટા તકતીઓ પર લોકો ગંદકી કરતાં હોય હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચતા અભિયાન હાથ ધર્યું…

પાટણ તા.૧૪
પાટણ માં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા રવિવારે શહેરના કોમ્પલેક્ષો અને બિલ્ડીંગો સહિત જાહેર માગૅ પર લગાવેલા દેવી દેવતાઓના ફોટાઓ, તકતીઓ કે જે હિન્દુ ઓની લાગણી ને ઠેશ પહોંચાડવાની સાથે સાથે હિન્દુઓ માટે અપમાનજનક હોય તેવા ફોટાઓ અને તકતીઓના વિરોધમાં જાહેર માગૅ પર નિકળી તેને દુર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
પાટણ માં બજરંગ દળ દ્વારા શહેરમાં આવેલા વિવિધ કૉમ્પ્લેક્સ અને શોપિંગ સેન્ટરો તેમજ બિલ્ડીંગો ની સીડીઓમાં લગાવેલા દેવી-દેવતાઓના ફોટા દૂર કરી પોતાની હિન્દુત્વની લાગણીઓને ઉજાગર કરી હતી. બજરંગ દળ ના કાર્યકરોએ શહેરમાં આવેલ દેવદર્શન કોમ્પ્લેક્સ સહિત ના કોમ્પલેક્ષની સીડીઓમાં લગાવેલા દેવી-દેવતાઓના ફોટાઓ અને તકતીઓ કે જેની ઉપર લોકો એ પાનની પિચકારી મારી તેનું અપમાન કર્યું હોય તેવા તમામ ફોટાઓ અને ટાઇલ્સ ની તકતીઓ દુર કરી હતી.
બજરંગ દળ ના કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં હિન્દુ પ્રેમી યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને રેલી સ્વરૂપે શહેરના માગૅ પરથી નિકળી આ અભિયાનને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.
અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here