પાટણના ખોડાભા હોલ ખાતે હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા-૨૦૨૫ નું આયોજન કરાયું…

હેરિટેજ ગરબા માં ખૈલેયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસકોડ ફરજિયાત…

પાટણ તા.૧૩
પાટણ-ઉઝા હાઈવે માર્ગ પર આવેલા ખોડાભા હોલ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા ચાલું સાલે હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા-૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રીની આવકમાંથી અબોલ પશુઓની સેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
ખોડાભા હોલના વિશાળ ગ્રીનરી મેદાનમાં ખેલૈયાઓની સુરક્ષા માટે CCTV કેમેરા લગાવવામાં આવશે.પાંચ ગન મેન, પાંચ બાઉન્સર્સ,સહિત લેડીઝ અને જેન્ટ્સ સિક્યુરિટિ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે. માત્ર પરંપરાગત પોશાકમાં આવનારા ખેલૈયાઓને જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવશે.
રાજસ્થાની સાઉન્ડ સિસ્ટમ અને ઉત્સવ ઓર્કેસ્ટ્રા સાથે પ્રખ્યાત કલાકારો દસ દિવસ સુધી રાસગરબાની રમઝટ બોલાવશે.
તા.૧૭ સપ્ટેમ્બરે રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી શક્તિ વંદના પ્રાચીન બેઠક ગરબાનું પણ આયોજન કરાયું છે, જેમાં સૌરાષ્ટ્રના ત્રણ કલાકારો ભદ્રસિહ ગોહિલ,રવિ મારૂં અને મિલન રાઠોડ પ્રાચીન ગરબાનું મહત્વ સમજાવશે.
ખેલૈયાઓની સુવિધા માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા પ્રવેશ ટિકિટ રૂ.૨૦૦ રાખવામાં આવી છે. ગરબાનો સમય રાત્રે ૯ થી ૧૨ નો રાખવામાં આવ્યો છે .ખેલૈયાઓની સુરક્ષા માટે ક્લબમાં સ્પેશિયલ મેડિકલ કેમ્પ, ICU વાન અને ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ રહેશે. આ હેરિટેજ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમની માહિતી આપવા ખોડાભા હોલ ખાતે શનિવારે આયોજિત કરવામાં આવેલ પ્રેસ બેઠકમાં હેરિટેજ નવરાત્રી મહોત્સવના ઓર્ગેનાઇઝર ચિરાગભાઈ પટેલ, ભૌમિક પટેલ, હર્ષ પટેલ, અંકિત ભટ્ટી અને ધવલ રાવલ સહિત મિડિયા પ્રતિનિધિ યશપાલ સ્વામી સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here