પાટણ તા. ૩
પાટણના જુના પાવર હાઉસ પાસેના કચરા સ્ટેન્ડને અન્યત્ર ખસેડવાની માંગને પાલિકા દ્વારા ખો અપાતા વિસ્તારના લોકો એ નારાજગી વ્યક્ત કરી આ કચરા સ્ટેન્ડ ને ત્રણ દિવસ મા દુર કરવામાં નહિ આવે તો પાલિકા ખાતે હલ્લાબોલ કરવાની ચિમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેરના જુના પાવર હાઉસ પાસે ની ગંદકી છેલ્લા ત્રણ દિવસ થી હટાવવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. પાલિકા સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં આ કચરાના સ્ટેન્ડ દુર કરવામાં આવતા નથી કે ગંદકી પણ ઉલેચવામા આવતો નથી જો ત્રણ દિવસમાં આ કચરા ના સ્ટેન્ડને અન્યત્ર ખસેડવા
માં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી પાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી. પાટણ.



