પાટણના ત્રિસ્તુતીક જૈન દેરાસર ખાતે પ.પુ.શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ સાહેબ ના આશીર્વાદ પ્રાપ્ત કરતાં પાલિકા પ્રમુખ..

પાટણ તા. ૨૦
જૈનોની નગરી ગણાતા પાટણ શહેરના પીપળા
શેર વિસ્તારમાં આવેલા પંચાસર દેરાસર સમીપ ના ત્રિસ્તુતીક જૈન દેરાસર ખાતે શ્રી સોધર્મ બૃહતપાગચ્છ ત્રિસ્તુતિક જૈનાચાર્ય શ્રી જયન્તસેન સુરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ સાહેબના પાટણ આંગણે મંગલ પ્રવેશ ને લઇ પાટણના જૈન શ્રાવક-શ્રાવિકા સાથે જૈન સમાજ ના લોકો સહિત પાટણના ધમૅપ્રેમી નગરજનો માં આનંદ છવાયો છે.
ત્યારે આ ગુરૂવયૅ ના સતસંગ-પ્રવચન સાથે તેઓના આશીર્વાદ મેળવવા શુક્રવારે પાટણ ના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારે પણ જૈન સમાજના સૌ વડીલ બંધુઓ સાથે ત્રિસ્તુતીક જૈન દેરાસર ખાતે ઉપસ્થિત રહી ગુરૂવયૅ ની વંદના કરી તેઓના શુભ આશિષ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here