પાટણ તા. ૨૩
પાટણ પંથકના મોટાનાયતા ખાતે તાણેચાપુરા થી મોરપા રખાવ રોડને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત પૂર્વ પંચાયત મંત્રી અને પાટણ ના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈના હસ્તે શનિવાર ને અમાસના પવિત્ર દિવસે કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહુર્ત પ્રસંગે બળદેવભાઈ દેસાઈ પ્રમુખ,સરસ્વતી તાલુકા પંચાયત,ઈશ્વરભાઈ દેસાઈ ઉપપ્રમુખ સરસ્વતી તાલુકા પંચાયત, ઈશ્વરભાઈ એમ.દેસાઈ બ.કાં. ભાજપ જિ.કારોબારી, છત્રાલા સહિત સરસ્વતી તાલુકાના પ્રતિનિધિઓ, સરપંચ વિક્રમજી ઠાકોર, બાબુભાઈ દેસાઈ,પ્રેમાજી, ધારસંગજી તથા ગામના રાજકીય-સામાજિક આગેવાનો તેમજ ભાજપ
ના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



