પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂતોમાં ઉત્સાહ

ખોડાણા પ્રાથમિક શાળા ખાતે આસપાસના અનેક ગામોના સરપંચો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં આપી હાજરી


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ખોડાણા, રવિયાણા, વાસણી, મેસર, કાતરા અને હૈદરપુરા સહિતના ગામોને આવરી લેવામાં આવ્યા હતા, જ્યાં ખેડૂતો અને ગ્રામજનોમાં વિશેષ ઉમંગ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તાલુકા ઉપપ્રમુખ રાહુલજી શર્માજી ઠાકોર, મહામંત્રી ઠાકોર બળદેવજી, અનુસૂચિત જાતિ પ્રમુખ જયેશભાઈ પરમાર, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ જી. ઠાકોર, મહિલા અધ્યક્ષ રેખાબેન દેસાઈ તેમજ પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન માતમજી ઠાકોર અને શર્માજી ઠાકોર (ખોડાણા) સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

આ ઉપરાંત, મેસર, કાતરા, વાસણી અને આસપાસના અન્ય ગામોના સરપંચો તેમજ મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે નોડલ અધિકારી રોહિતસિંહ રાજપુત, દેસાઈ (નાયબ મામલતદાર) તથા અન્ય સરકારી કર્મચારીઓએ પણ જહેમત ઉઠાવી હતી……!




