પાટણની એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧ ના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો….

આજ રોજ પાટણની સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા તથા શેઠ એમ. એન. પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ ઉ,ગુ.યુવક મંડળ ઉપપ્રમુખ તથા નાગરિક બેંક ચેરમેન મહેન્દ્રભાઇ પટેલ, મંડળ કારોબારી સભ્ય તથા નગર સેવક મનોજભાઇ પટેલ, એમ.એન.હાઈસ્કૂલ આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર, તથા શાળા મંડળના અન્ય હોદ્દેદારોના શુભાશિષ તથા શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ દ્વારા બાલવાટિકા અને ધોરણ -1 ના નાના ભૂલકાઓનો ભારતીય સંસ્કૃતિ રીતિરિવાજ પ્રમાણે વૈદિક મંત્રોચાર, માં સરસ્વતીનું પૂજન, ગુરુ પૂજન તેમજ તમામ બાળકોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા તથા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ ઉ,ગુ.યુવક મંડળના ઉપપ્રમુખ તથા નાગરિક બેંક ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીને ઉત્તર ગુજરાત કો.ઓપરેટીવ બેંકના ડિરેક્ટર તરીકેની પસંદગી થવા બદલ શાળા તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે બાલવાટિકામાં- ૧૦૯ અને ધોરણ -૧ માં 82 નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો. ધોરણ-૧ માં પ્રવેશ લેનાર તમામ બાળકોને ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા એક સુંદર બેગ, પાણીની બોટલ, નોટબુક, પેન્સિલ,રબર ,સંચો અને દેશી હિસાબની બુક આપવમાં આવી, પાટણ વોર્ડ-૧ના નગર સેવક મનોજભાઈ પટેલ તરફથી શાળાના તમામ કુલ-૯૯૨ બાળકોને ફૂડ પેકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જે બાળકો અનાથ છે તેમજ જે બાળકના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા બાળકોને દાતાશ્રી તરફથી ૧૬૦ વિદ્યાર્થીઓને ચોપડા-નોટોનું વિતરણ કરવામાં આવ્યું. આવેલ મહેમાનો દ્વારા દરેક બાળકોને આર્શિવાચન આપવામાં આવ્યા તેમજ બાળકો ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઑ આપવામાં આવી.
આ પ્રસંગે સુંદર બેગ તથા શૈક્ષણિક કીટના દાતાશ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, ચોપડાઓના દાતા, તેમજ શાળાના તમામ કુલ-૯૯૨ બાળકોને ફૂડ પેકેટ આપી પ્રોત્સાહિત કરનાર મનોજભાઈ પટેલ તેમજ અન્ય તમામ દાતાઓનો શાળા પરિવાર તરફથી હદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here