પાટણ તા. ૪
પાટણ શહેરની સૌપ્રથમ સીબીએસસી માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના નર્સરી વિભાગમાં પ્રવેશ મેળવનારા બાળકોનો રંગારંગ કાર્યક્રમ વચ્ચે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
નર્સરી વિભાગમાં પ્રવેશ મેળવનારા બાળકોને શાળા પરિવારે કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી આવકારી બાળકો સાથે રંગારંગ કાર્યક્રમ રજુ કરી પ્રવેશોત્સવ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
નર્સરીના બાળકોના પ્રવેશ પ્રસંગે શાળાના સંચાલક જગદીશ કથુરીયા, પ્રિન્સિપાલ જોઈન સર, યામીની મેમ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો



