પાટણ તા. ૨૮
પાટણની સરકારી કે.કે. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે પ્રાદેશિક મ્યુનિ. કમિશ્નર બી. એમ. પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શાળામાં નવો પ્રવેશ પામેલી વિદ્યાર્થીનીઓને કુમ કુમ તિલક સાથે મો મીઠું કરાવી ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
આ શાળા પ્રવેશોત્સવ સમારોહ પ્રસંગે મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર બી.એમ. પટેલે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ હીનાબહેન શાહ, શાળાના SMDC સભ્ય દેવચંદભાઈ પટેલ, પાટણ નગર સેવા સદનના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, પાટણ શહેર ભાજપના પૂવૅ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,મીનાબેન પટેલ (BRC), કમલેશભાઈ સ્વામી સહિતના મહાનુભાવો એ હાજરી આપી હતી.
શાળાના પ્રધાન આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિ શિક્ષકગણ અને છાત્રાઓ સૌ મહાનુભાવો ને આવકારી આભારની લાગણી વ્યક્ત કરી હતી.



