પાટણની જ્ઞાનમંદિર સ્કૂલના પ્રિન્સિપાલનો વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજાયો…

સંચાલક મંડળ સહિત શાળા પરિવાર દ્વારા વિવિધ ભેટ-સોગાદ અર્પણ કરી નિવૃત જીવનની શુભેચ્છાઓ પાઠવી..

શિક્ષણની સાથે સાથે વિધાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરતી શહેરના પદ્મનાભજી ચાર રસ્તા નજીક આવેલ જ્ઞાનમંદિર સ્કૂલમાં છેલ્લા 20 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે ની પ્રસંસનીય ફરજ બજાવી તા. 31 મી મેં ના રોજ વય નિવૃત થતા નિમેષભાઈ આચાર્ય નો વયનિવૃત્તિ વિદાય સન્માન સમારોહ શનિવારે સ્કૂલના સભાખંડ ખાતે સંચાલક મંડળ અને ટ્રસ્ટીગણ સહિત શાળા પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વય મર્યાદા ને લઈને નિવૃત્ત થઈ રહેલા પ્રિન્સિપાલ નિમેષભાઈ આચાર્ય ને સ્કૂલ સંચાલક મંડળના રમેન્દ્રભાઈ અધ્યારુ,શાંતિભાઈ સ્વામી,વિજયભાઈ પટેલ, હાર્દિકભાઈ રાવલ સહિતના સ્ટાફ પરિવારે વિવિધ ભેટ સોગાદ સાથે શ્રીફળ અને સાકર અપૅણ કરી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
આ વિદાય સન્માન પ્રસંગે નિવૃત થતા પ્રિન્સિપાલ નિમેષભાઈ આચાર્ય એ તેઓની ફરજ દરમિયાન શાળા પરિવાર અને સંચાલક મંડળ તરફથી મળેલ હૂંફ અને સહકાર બદલ આભાર વ્યક્ત કરી જરૂર પડે સ્કૂલને મદદરૂપ બનવાની તૈયારી દશૉવી હતી.
જ્ઞાનમંદિર સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે 20 વર્ષ સુધી ફરજ બજાવી વય નિવૃત થયેલા નિમેષભાઈ આચાર્યની જગ્યાએ ઇન્ચાર્જ આચાર્ય તરીકે અર્જુનભાઈ પ્રજાપતિને શાળા સંચાલક પરિવાર દ્વારા જવાબદારી સોંપવામાં આવતા તેઓએ પણ પોતાને મળેલી આ જવાબદારીને સહર્ષ સ્વીકારી સ્કૂલના વિકાસમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here