પાટણની ફતેહસિંહરાવ લાઈબ્રેરી દ્વારા મને જાણો કાર્યક્રમ અંતર્ગત શ્રાવણ માસ અને શિવ મહાત્મ્ય વિશે જ્ઞાન પિરસાયું…

પાટણ તા. ૨૫
પાટણ સ્થિત શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત રવિવારે વરસતા વરસાદ વચ્ચે વિદ્વાન કથાકાર શાંતિભાઇ ઠક્કરે શ્રાવણ માસનો મહિમા અને શિવ મહાત્મ્ય વિશે આગવી શૈલીમાં જ્ઞાન પીરસીને ઉપસ્થિત શ્રોતાઓને જ્ઞાનની ગંગામાં ભીંજવ્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે, શ્રાવણ એટલે શિવ ભગવાનની ભકિત અને પૂજા તેમજ સારુ શ્રવણ કરવાનો મહિનો છે.
શિવ એટલે જ્ઞાન અને કલ્યાણનો માર્ગ છે. તેઓએ શિવના વિવિધ સ્વરુપો, વિવિધ આયુધો તેમજ ગણદેવતાઓ જેવા કે ચંદ્ર,ગંગા,નાગ, ભસ્મ,ત્રિશુળ,બીલીપત્ર, નંદી,કાચબો વગેરેને આધ્યાત્મિક અર્થ સાથે જણાવી ભકિત-જ્ઞાન-કર્મને જીવનમાં ઉતારીએ તો શિવને પ્રિય થવાય તે ઉદાહરણો દ્વારા સરળ રીતે સમજાવ્યુ હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રમુખ ડો.શૈલેષ સોમપુરા દ્વારા કરી લાઇબ્રેરીનાં રીનોવેશન કામગીરીની અને વહીવટી કાર્યોની માહિતી આપી આગામી સમયમાં મહિલાઓને લગતા આયોજિત કાર્યક્રમોની માહિતી આપી હતી.નગીનભાઈ ડોડીયાએ વકતાનો પરીચય આપ્યો હતો.જયારે મંત્રી મહાસુખભાઈ મોદીએ આભારવિધી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here