પાટણની વિદ્યાર્થીની આસ્થા દરજી 12 સાયન્સ ની પરીક્ષામાં 99.99 PR મેળવી તળ દરજી સમાજનુ ગૌરવ વધાર્યું.

પાટણ શહેરની બી એમ હાઇસ્કુલ માં અભ્યાસ કરતી દરજી આસ્થા રેનીશકુમાર તાજેતરમાં યોજાયેલી ધોરણ 12 સાયન્સ ની પરીક્ષામાં 99.99 PR સાથે પાસ થતા સમગ્ર પાટણ જિલ્લા તેમજ તળ દરજી સમાજનું ગૌરવ વધાર્યું છે અને ગુજકેટમાં પણ આસ્થા દરજીએ 115 ગુણ મેળવતા દરજી સમાજમાં આનંદની લાગણી સાથે અભિનંદનની વર્ષા થઈ રહી છે.

પાટણ શહેરના નીલમસિનેમા માં વિસ્તારમાં સાગોટા ની બીજી શેરીમાં રહેતી વિદ્યાર્થીની આસ્થા દરજી રેનીશકુમાર ને ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યારે આસ્થા દરજીએ આજે પાટણ જિલ્લા સહિત શહેર અને સમગ્ર ગુજરાત અને બી એમ હાઇસ્કુલ માં પણ પ્રથમ નંબરે પાસ થતા સમસ્ત દરજી સમાજમાં આનંદની લાગણીઓ અને અભિનંદનની વર્ષા મળી રહી છે. જ્યારે આ અવસરે દરજી આસ્થાએ મેળવેલી આ સફળતા બદલ દરજી વીજલાલ નાનાલાલ, દરજી આશિષકુમાર વીજલાલ, દરજી ચેતનાબેન આશિષકુમાર, દરજી શૈલેષકુમાર સુરેશચંદ્ર ( બટુક) સહિતના લોકોએ તળ દરજી સમાજની દીકરી આસ્થા ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા……!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here