પાટણમાં ખુલ્લા બોરના 50 ફુટ ઉડા કુવામાં બે થી વધુ કુતરા પડતાં પાલિકા ની ફાયર ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢયા…

શહેરના ધોવાણ થયેલા માર્ગો સહિત ભુવા પડેલા વિસ્તારોમાં પાલિકા ની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી..

ભારે વરસાદ ની આગાહી ને ધ્યાને રાખીને પાલિકા ની ટીમને સ્ટેન્ડ બાય રહેવા પાલિકા પ્રમુખ ની સુચના..

પાટણ શહેરમાં છેલ્લા બે- ત્રણ દિવસ થી હળવાથી ભારે વરસાદ ના ઝાપટાં પડતાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી રહીશો મુશ્કેલીમા મુકાયા છે તો પાલિકા પ્રમુખ સહિત ની ટીમ પણ આવા નિચાણવાળા વિસ્તારોમાં ભરાતાં પાણી ના નિકાલ માટે ચિતિંત બની જીસીબી મશીનની મદદથી પાણી નો નિકાલ કરી રહીશોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા ચાલુ વરસાદે કામ કરી રહ્યા છે.
વરસાદ ના કારણે ધોવાણ થયેલ માગૅ સહિત માગૅ પર પડેલા ભૂવાઓનુ પણ ત્વરિત પુરાણ કરાવી કોઈ અકસ્માત ન સજૉઈ તેની પાલિકા તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
ગતરોજ શહેરના રાધે ગેલેક્સી પાસે આવેલ ખેતરના ખુલ્લા બોર ના 50 ફૂટ ઊંડા કુવા મા બે થી વધુ કૂતરા પડી ગયા હોવાની જાણ રાધે ગેલેક્સી ના રહીશો દ્વારા પાલિકા પ્રમુખ હિરલબેન ને કરાતા તેઓએ તાત્કાલિક નગર પાલિકા ફાયર ટીમને ધટના સ્થળે રવાના કરી ટીમે રેસ્ક્યુ કરી કૂતરાઓને સહી સલામત બહાર કાઢવા હતા.તો વોર્ડ નંબર 11 માં આવેલા હરીપુરા વિસ્તારમાં વરસાદ ના પાણી ભરાવાની સમસ્યાથી લોકો તેમના ઘરેથી બહાર નીકળી શકે તેમ ન હોય વોર્ડ ના શક્તિ કેન્દ્રના પ્રમુખ મુકેશજી ઠાકોરે આ બાબતે પાલિકા પ્રમુખ ને રજુઆત કરતા તેઓએ તાત્કાલિક બે જીસીબી મશીન સાથે પાલિકા ના એસઆઈ આસમાનભાઈ તેમજ વોડૅ સુપરવાઇઝર ભીખાભાઈ અને કિરણભાઈ ને સાથે રાખીને વરસાદી પાણીના નિકાલ માટે નેક બનાવી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં ભારે વરસાદ ની આગાહી ના પગલે પાલિકા પ્રમુખ દ્રારા પાટણ નગરપાલિકા ના કમૅચારીઓને જરૂરી સુચનાઓ આપી સ્ટેન્ડ બાય રહેવા જણાવ્યું હતું.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here