શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રશ્નો બાબતે પણ મુખ્યમંત્રી એ ઘટતું કરી આપવાની હૈયાધારણા આપી…

પાટણ તા. 24
પાટણ શહેર માંથી નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રાને લઈને મંગળવારે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત
પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને તાજેતરમાં હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે વરણી થયેલ કે. સી.પટેલ સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત સમાજ આગેવાન તેમજ પાટણ શહેરના સિધ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ સનાતન સંસ્કૃતિ ના પ્રતિકો પુસ્તક મુખ્યમંત્રી ને અપૅણ કરી પાટણ ખાતે થી નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા મા પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું.
તો આ શુભેચ્છા મુલાકાત મા જોડાયેલા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી યશપાલ સ્વામી અને સમાજના આગેવાન શાંતિભાઈ સ્વામી એ પણ શ્રી પદ્મનાભ મંદિર ના કેટલાક પ્રશ્નોની યાદી લેખિતમાં મુખ્યમંત્રી ને આપી રજુઆત કરી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, અશ્વિનભાઈ જોશી, આર.સી.પટેલ, સિધ્ધિ વિનાયક એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી હાર્દિકભાઈ રાવલ અને રમેશભાઈ અધ્યારૂ હાજર રહ્યા હતા.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રશ્નો વિશે ધટતુ કરવાની હૈયાધારણા આપી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



