પાટણમાં પોષણ ઉત્સવ-૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી..

આંગણવાડી કાર્યકરોએ ટેક હોમ રાશન – મિલેટની વાનગીઓ બનાવી…

પાટણ તા.૧૬
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં મંગળવારે પોષણ ઉત્સવ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસવિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટણ અને સરસ્વતી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો.
કાર્યક્રમમાં ટેક હોમ રાશન અને મિલેટ (શ્રીઅન્ન)માંથી બનાવેલી પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી.
બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત પ્રાંત અધિકારી સહિત પાટણ નગરપાલિકા પ્રમુખે આંગણવાડી કાર્યકરોને તેઓના કાયૅ ને અનુરૂપ સંબોધન કરી બાળકોને કુપોષણ મુક્ત બનાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ભાવેશભાઈ પટેલ,રંજનબેન શ્રીમાળી, ઉર્મિલાબેન પટેલ,આંગણવાડીની મુખ્ય સેવિકાઓ, કાર્યકરો,ICDS અધિકારીઓ,કર્મચારીઓ અને આંગણવાડીના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here