પાટણમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી: એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાળાના બાળકોની મુલાકાત, લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું

પાટણ: અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પાટણ શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક પ્રેરણાદાયી અને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ પરિવારના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બાળકોને પોલીસ સ્ટેશન પરિસરની  મુલાકાત કરાવવામાં આવી હતી.  પોલીસ સ્ટાફ દ્વારા ઉપસ્થિત તમામ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરી અલ્પાહાર પીરસવામાં આવ્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે પાટણ ‘એ’ ડિવિઝન પી.આઈ. કે. જે. ભોંયેના હસ્તે પ્રોત્સાહક ભેટ (ગિફ્ટ) વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના ભાગરૂપે પાટણ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ખુલ્લા કમ્પાઉન્ડમાં એક વિશાળ એલ.ઈ.ડી. (LED) સ્ક્રીનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યાં એકતા દિવસ નિમિત્તે કેવડિયા ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમનું દૂરદર્શન પરથી સીધું પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને તમામ બાળકો, અધિકારીઓ અને સ્ટાફે એકસાથે બેસીને નિહાળ્યો હતો .

આ સમગ્ર આયોજન દરમિયાન પાટણ ‘એ’ ડિવિઝન પી.આઈ. કે. જે. ભોંયે, પી.એસ.આઈ. ચાવડા, ડી-સ્ટાફની સમગ્ર ટીમ તેમજ ‘એ’ ડિવિઝન પોલીસ મથકનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પોલીસ અને સમાજ વચ્ચેના સુમેળભર્યા સંબંધોને વધુ મજબૂત બનાવતા આ સરાહનીય પગલાંને સ્થાનિક નગરજનો અને વાલીઓએ પણ આવકાર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here