પાટણમાં વૃધ્ધ મહિલાની હત્યાના બનાવને ગણતરીના કલાકોમાં ઉકેલતી પાટણ એલસીબી ટીમ.

આરોપી ની અટક સાથે મરણ જનાર વૃધ્ધાના ઘરેણાં કિ.રૂ.૫,૦૩૦૦૮ ના હસ્તગત કર્યા…

પાટણ તા.૧૧
ગત તા.૦૬/૦૬/૨૦૨૫ ના રોજ પાટણ શહેર સંખારી રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં એકલા રહેતા વયોવૃધ્ધ ગોદાવરીબેન ગોવીંદભાઇ પરમાર મૃતહાલતમાં મળી આવેલ જે અંગે પાટણ શહેર બી ડીવી પો.સ્ટે અ.મોત નં-૦૫/૨૦૨૫ તા.૦૬/૦૬/૨૦૨૫ થી રજી. થયેલ હોઇ અને મરણ જનારનુ મોત પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ જણાતું હોઇ પેનલ ડોકટરથી પોસ્ટ મોર્ટમ કરાવતાં હત્યા થયેલાનુ જણાઇ આવેલ જે અનુસંધાને પાટણ શહેર બી ડીવી પો.સ્ટે ગુ.૨.નં- ૧૧૨૧૭૦૨૦
૨૫૦૫૦૦/૨૦૨૫ ભારતીય ન્યાયસંહીતા-૨૦૨૩ ન કલમ-૧૦૩(૧) થી ગુનો રજી થયેલ હોઈ જે ગુનો વણ શોધાયેલ હોઇ આ ગુનો શોધી કાઢવા અને આરોપી પકડી પાડવા જિલ્લા પોલીસ વડા દ્રારા સુચના કરાતા પાટણ એલસીબી પીઆઈ આર. જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ટીમે અલગ અલગ દિશામાં કાર્યવાહી કરતાં હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ આધારે આધારભુત હકીકત મળેલ કે, સદરહું બનાવમાં યોગેશકુમાર રતીલાલ મકવાણા રહે-૧૩૪ શીવમ હેરીટેજ સોસાયટી અમરપુરા પાસે વિસનગર લીંક રોડ
મહેસાણા-૧ શહેરવાળો જેને આ કામના મરણ જનાર બેન ફોઇ સાસુ થતા હોઇ આ કામે આરોપી આર્થિક સંકડામણમાં હોઇ અને દેવું થઇ ગયેલ હોઇ મરણજનાર વૃધ્ધ મહિલા એકલા રહેતા હોઈ તેઓની એકલતાનો લાભ લઈ તેઓના ઘરેથી દાગીના રોકડ રકમ મળે તેવી આરોપીને ખાતરી હોઇ આ હત્યા કરવાના ઇરાદે મહેસાણાથી પાટણ ખાતે મરણ જનારના ઘરે આવી હત્યા કરી તેમના શરીરે પહેરેલ દાગીના કાઢી લઇ તેમજ ઘરમાં તિજોરીમાંથી દાગીના પણ લઇ ગયેલ હોવાની હકીકત હોઇ જે હકીકત આધારે સદરી શકમંદ ઉપર જરૂરી વોંચ તપાસ રાખતાં તે મળી આવતાં જેને એલ.સી.બી કચેરી લાવી ખંતપુર્વક સઘન પુછપરછ કરતાં પોતે ભાગી પડેલ અને ગુનાની કબુલાત કરતો હોઇ આ કામે મરણ જનારના શરીર ઉપરથી કાઢેલ દાગીના તેમજ ઘરમાં તિજોરીમાંથી કાઢી લીધેલદાગીના કિ.રૂ.૫,૦૩,૦૦૮ ના તેમજ મોબાઇલ-૦૧ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૦૮,૦૦૮ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી હત્યાનો ભેદ ઉકેલવા સફળતા સાપડી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here