પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ પાટણ દ્વારા ખોડાભા હૉલ પાટણ ખાતે ૨૧મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમ પૂર્વક યોજાયો…..

૧૨ યુગલોએ સમૂહ લગ્નોત્સવ માં પ્રભુતામાં પગલાં માંડ્યાં…

પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ પાટણ દ્વારા ૨૧ મો સમૂહ લગ્નોત્સવ પાટણ ખોડાભા હૉલ પાટણ ખાતે શ્રી ગણેશાય ની પૂજા અર્ચના કરી, શ્રી વિર મેઘમાયા દેવ અને ડૉ બાબાસાહેબ આંબેડકર ના ફોટા ને ફૂલહાર તેમજ દીપ પ્રાગટય વંદન કરી
એકવીસમાં સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.

સમૂહ લગ્નોત્સવ ૧૨ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા અને સમાજ ના લોકો ની ખૂબ જ મોટી સંખ્યાની હાજરી માં કાર્યક્ર્મ સુંદર વ્યવસ્થા સાથે ગીત સંગીત, ઢોલ, શરણાઈ ના શૂર વચ્ચે આનંદ, હર્ષની લાગણી અને સમાજ ના વડીલો, સગા સંબંધી, માતા પિતા, વાલી ના આશિર્વાદ નવ યુગલો ને આપવામા આવ્યાં. લગ્ન સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે ભોજન દાતા મેહુલભાઈ હેમચંદભાઈ વાઘેલા બાલીસણા અને જાણીતા બિલ્ડર મુંબઈ તેમનાં પરિવાર સાથે હાજર રહ્યા હતા., શાંતાબેન અમૃતલાલ પરમાર કહોડા, લલિતભાઈ મકવાણા બિલ્ડર ઉનાવા, અતિથિ વિશેષ તરીકે જયંતિલાલ આર. જાદવ કંબોઈ પૂર્વ કોર્પોરેટર અને બિલ્ડર ચાંદખેડા, ચંદ્રિકાબેન ભરતભાઈ ડોડીયા, અતુલભાઈ રાઠોડ સમાજિક આગેવાન, વિશાલભાઈ પી.સુતરીયા, નટુભાઈ ડી. સુતરીયા, હરગોવિંદભાઈ સદાભાઈ મકવાણા ગોવના, ખેંગારભાઈ ઉપેરાં, વસંતભાઇ ઉનાવા બિલ્ડર, ભીખાભાઈ રાઠોડ ધિણોજ, રાજેશભાઈ રાઠોડ, ચાંદીની પાયલ ના દાતા ઉંઝા ભારતીબેન અને ભરતભાઈ એચ. ચૌહાણ, છાશ, લીંબુ શરબત અને રજવાડી ચા ના દાતા બિલ્ડર અને જહુમાતા મંદિર ધાયણોજ મેનેજિંગ ટ્રસ્ટી સેવાભાવી અગ્રણી નવીનભાઈ વાણીયા, ચીલિંગ પીવાનું પાણી ટેન્કર એ પાટણ વણકર સમાજ સામાજિક રવેટા લીલીવાડી ગ્રુપ તરફથી સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, પાનેતર ના દાતા વિનુભાઈ ડોડીવાડા, નરેન્દ્ર વાણીયા કુણઘેર, એચ. ટી પરમાર ઐઠોર, જીતુભાઈ ડોડીયા, મહેશભાઈ ચાવડા અને ખેમચંદભાઈ રાઠોડ ખંડોસણ, અનિલભાઈ ડોડીયા, મહેન્દ્રભાઈ મોટપ, નરેશભાઈ દુઃખવાડા, કુલદીપ નાણાંવટી, જતીનચંદ્ર ભારું, જ્યોતિબાળા સુતરિયા વડાવલી, તુલસીભાઈ ઉપેરા, ધૈર્યસિંહ ખેમચંદભાઈ પરમાર, પ્રવિણભાઈ એસ. પરમાર ઉંઝા, ગિરીશભાઈ પરમાર કોર્પોરેટર ઉંઝા, રંજનભાઈ સોલંકી મોટીસરા પાટણ, રાજેશભાઈ વકીલ લણવા વગેરે મોટી સંખ્યામાં મહેમાનો, દાતાઓ વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો હાજર રહ્યા હતા અને નવયુગલો ને સુખી, સમૃદ્ધ, તંદુરસ્ત, અને સફળ લગ્ન જીવન માટે આશિર્વાદ આપ્યા હતાં.
પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ પાટણ સંસ્થા નાં પ્રમુખ ભરતભાઈ ડોડીયાએ સ્વાગત પ્રવચન માં જણાવ્યું હતું કે સમાજમાં સમૂહ લગ્નના માધ્યમથી સમાજ સંગઠિત બને, સમાજમાં ખર્ચ ઓછા થાય અને બિનજરૂરી ખર્ચ દૂર થાય તેને ધ્યાનમાં રાખીને સમૂહ લગ્ન યોજવામાં આવે છે દાતાઓ જે દાન ફાળો આપે છે તેઓનો પણ વિશેષ આભાર માન્યો હતો સમાજની દીકરીઓનાં પરિવારને ઓછા ખર્ચે યોગ્ય મદદ મળી રહે તે માટે દાતાઓનાં દાન થકી આ મહાન કાર્યો થાય છે અને દાન ભેટ આપનાર તમામ દાતાઓનો તેઓએ હૃદયથી આભાર માન્યો હતો.
પાટણવાડા વણકર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ પાટણ સંસ્થા નાં પ્રમુખ ભરતભાઈ ડોડીયા ઉપપ્રમુખ મહેશચંદ્ર સુતરિયા, દલસુખભાઈ સોલંકી, મહામંત્રી કાન્તિલાલ સોલંકી ખજાનચી મહેશભાઈ સોલંકી સહીત ટ્રસ્ટીઓ અને સભ્યોએ ખૂબ જ અસરકારક ઉત્સાહભેર સુચારૂ વ્યવસ્થા આયોજન કામગીરી કરી એકવીસમાં સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રવિણભાઈ એમ. સોલંકી બગવાડા તથા હરેશભાઈ બી. પરમાર ઉંઝા એ કર્યુ હતું. સ્ટેજનું સંચાલન રેવાભાઈ વાણિયા એ કર્યુ હતુ. નવ દંપતિઓને દાન ભેટ સોનાની બુટ્ટી અને ચૂની, ચાંદી પાયલ, પાનેતર, કૂકર, ગેસ સગડી, કળશ, ડિનર સેટ, સ્ટીલ પવાલી વગેરે કુલ સત્તર ભેટો દાતાઓ હસ્તે આપવાની વ્યવસ્થાની કામગીરી હરગોવિંદભાઈ સોલંકી વડાવલી અને મોહનભાઈ સોલંકી બગવાડા સુંદર રીતે કરેલ તેમજ પાટણ જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કચેરી પાટણ દ્વારા નવદંપતિને પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને એકવીસમાં સમૂહ લગ્નોત્સવ કન્યા વિદાય અને આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here