પાટણ અને બ.કાં જિલ્લા સહિત ઉ.ગુ.મા વરસાદના કારણે સજૉયેલ તારાજી નો સર્વે કરી પેકેજ જાહેર કરવા માંગ ઉઠી..

સિધ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની સરકાર ને રજુઆત કરવામાં આવી..

પાટણ તા.૧૧
પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે સર્જાયેલ પૂર જેવી સ્થિતિને લઇ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં થયેલ ભારે નુકસાનનું તાત્કાલિક ધોરણે સર્વે કરી યોગ્ય પેકેજ જાહેર કરવા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સરકાર પાસે માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સિધ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્રારા કરાયેલ રજુઆત માં તેઓએ જણાવ્યું હતુ કે હવામાન વિભાગ ની આગાહીના પગલે પાટણ, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પડેલા વિનાશક વરસાદ ના કારણે ભારે તારાજી સર્જાઈ છે તો પાટણ અને બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ને નુકસાન વેઠવાની સાથે કેટલાક લોકો ના ડુબી જવાથી મોત નિપજ્યા છે ત્યારે સરકાર દ્રારા તાત્કાલિક આ નુકશાનીનો સર્વે હાથ ધરી યોગ્ય વળતર જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here