પાટણ એપીએમસી ખાતે વિરાટ સજ્જન શક્તિ ગૌ સંમેલન યોજાયું…..

તારીખ ૨૨ સપ્ટેમ્બર પ્રથમ નવરાત્રી થી ગામે ગામ ગૌ રથયાત્રા ફરશે.

તારીખ ૨૨ સપ્ટેમ્બર પ્રથમ નવરાત્રી થી ગામે ગામ ગૌ રથયાત્રા ફરશે.

પાટણ તા.૧૫
અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત ૧ ડિસેમ્બર થી ૭ ડિસેમ્બર સુધી પૂ.રમેશભાઈ ઓઝા
ના મુખાર વિંદે પાટણ ની હરીઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ અનાવાડા ના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથા ને સફળ બનાવવા માટે રવિવારે પાટણ માર્કેટ યાર્ડમાં વિરાટ સજ્જન શક્તિ ગૌ સંમેલન યોજાયું હતું જેમાં ૨૦૦૦ કરતાં વધારે ભાઈ
ઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત સજ્જન શક્તિ ને આશિર્વચન આપતાં પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે પાટણ અને પાટણ પંથક
ના વિસ્તારોમાં ગૌ માતા ના આશીર્વાદ થી,અનેક સંતો ના પાટણ માં પગલાં પડવાથી આ ધરતી પાવન થવાની છે ૧૦૮ ગૌ માતા નું પૂજન, સુરભી યજ્ઞ, ભાગવત નું રસપાન, વૈદિક સરસ્વતી નદી નું પૂજન માં લાખો લોકો ની ઉપસ્થિતિ ઐતિહાસિક બની રહેશે.
સંમેલનમાં પાટણ ના ધારાસભ્ય ડો.કીરીટભાઈ પટેલ ઉપસ્થિત રહી ખાત્રી આપી હતી કે ભાગવત કથા ના વિશાળ આયોજન માં પોતે જરૂરી તમામ સહયોગ આપશે. સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત મનજીતભાઈ બારોટે જણાવ્યું હતું કે ગાય બચશે તો દેશ બચશે ગૌ ઉત્પાદીત વસ્તુઓનો ઉપયોગ કરી ને પણ ગૌ સેવા કરી શકાય છે તેમ જણાવી અનેક દ્રષ્ટાંતો દ્વારા એમણે ગૌ માતા નો મહિમા જણવ્યો હતો.
ગૌ ભાગવત કથાની ચાલી રહેલ તૈયારીઓ અંગે ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે હરીઓમ ગૌશાળા ને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે સૌને પોતાના થી બનતો યથાર્થ ફાળો આપવો જોઈએ એમણે જણાવ્યું હતું કે તારીખ ૨૨ સપ્ટેમ્બર થી ગામે ગામ રથયાત્રાઓ નિકળવાની છે જેનું પ્રસ્થાન વાળીનાથ ચોક થી સવારે નવ વાગ્યે થશે. ઉપરાંત નાની મોટી બેઠકો
,શોભાયાત્રા,સમગ્ર પાટણ ને શણગારવામાં આવશે,
કમાનો,બેનરો ઠેર ઠેર લગાવી સૌનું સ્વાગત કરવામાં આવશે.સમગ્ર કથા સામાજિક સમરસતા ના આધાર પર થશે જેનો પ્રારંભ ૧૧ વાલ્મીકિ સમાજની દીકરીઓ પૂ.રમેશભાઈ ઓઝા ને કુમકુમ તિલક કરી કરાવશે.પાટણ ની તમામ સોસાયટીઓમાં રથ દ્વારા સંપર્ક કરવામાં આવશે.
સંમેલન માં દીનેશભાઈ જોષી એ કથા માટે પોથી યજમાન તથા અન્ય દાતા
ઓની જાહેરાત કરી હતી.
એ.પી.એમ.સી.ના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત સૌને ગૌ મય બનાવી જણાવ્યું હતું કે આપણા સહુ માટે આ એક સોનેરી અવસર છે અને પૂ. મુકુંદ પ્રકાશજી મહારાજ ને ભગવાને આપણી વચ્ચે એટલા માટે મોકલ્યા છે કે આ પાટણ ની ધરતી ગૌ માતા ના આશીર્વાદ થી સલામત રહે તેમણે જણાવ્યું હતું કે આ માર્કેટ યાર્ડ આજે પવિત્ર બન્યું છે ખેડૂતો આધારિત આ બજારના હજારો ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે , સમગ્ર આયોજન માં માર્કેટ યાર્ડની જે પણ જરૂર જણાય એમાં મદદરૂપ બનવાની ખાત્રી આપી જણાવ્યું હતું કે રથયાત્રા જે પણ ગામમાં જશે ત્યાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયં
સેવક સંઘ ના જીલ્લા કાર્યવાહ નિલેશભાઈ ગોહીલે શતાબ્દી વર્ષ ની જાણકારી આપતા જણાવ્યું હતું કે આગામી પાંચ ઓક્ટોબર ના દિવસે વિજ્યાદશમી ઉત્સવ માં સૌ સહભાગી બની મોટી સંખ્યામાં પ્રગતિ મેદાનમાં ઉપસ્થિત રહીએ આજના સંમેલન ના ભોજન દાતા હરગોવન ભાઈ શિરવાડીયા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આજના સંમેલનમાં કથા ના મુખ્ય દાતા ચેતન
ભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી સંમેલન ને સફળ બનાવવા માટે મહેનત કરી હતી. અનેક સામાજિક, રાજકીય,ધાર્મિક આગે
વાનો સહિત મોટી સંખ્યા
માં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી
કાર્યક્રમનું સંચાલન ભુદર ભાઈ શિરવાડીયાએ અને આભાર દર્શન ગૌ ભક્ત અને સામાજિક અગ્રણી યતિનભાઈ ગાંધીએ કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here