
રૂ. 77,11,288ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 16,427 બોટલ સાથે કુલ કિ. રૂ. 1.02 કરોડનો મુદામાલ ઝડપાયો…

પાટણ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર આટલો વિશાળ અને ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડાયો છે. એલ.સી.બી. પાટણે ગોપનીય બાતમીના આધારે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધારેવાડા ચેકપોસ્ટ નજીક કન્ટેનર ટ્રક રોકી તપાસ કરતા આશ્ચર્યજનક રીતે 16,427 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) મળી આવ્યા હતા. આ બોટલની બજાર કિંમત રૂ. 77,11,288 થાય છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1,02,38,438 નો મુદામાલ કબજે કર્યો છે.
પ્રોહી-જુગારની બદીનો નાશ કરવાની કડક સુચનાઓ : પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ–ભુજ) ચિરાગ કોરડીયા તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લામાં પ્રોહી અને જુગારની બદી સામે અવિરત કાર્યવાહી કરવા ખાસ આદેશ આપવામાં આવ્યા છે. આ સુચનાઓના પગલે એલ.સી.બી. પાટણ સતત ચેકિંગ, પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્ક પરથી કાર્યરત છે. પરિણામે આ મોટા પાયે ગેરકાયદેસર દારૂની હેરફેરને પકડી પડાઈ છે.
બેસનના કટ્ટાઓમાં છુપાવી સુરત લઈ જવાતો દારૂ : તા. 05 ડિસેમ્બર 2025**ના રોજ એલ.સી.બી.ની ટીમ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન ચોક્કસ બાતમી મળી કે કન્ટેનરમાં બેસનના કટ્ટાઓની અંદર દારૂ છુપાવી પરિવહન કરવામાં આવી રહ્યું છે જે આધારે ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી પસાર થતા કન્ટેનર નંબર RJ-27-GB-9889 ને રોકી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કન્ટેનરમાં 684 બેસનના કટ્ટાઓ રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમની વચ્ચે ભુસાથી ઢાંકીને દારૂની બોટલો છુપાવવામાં આવી હતી.
દારૂ પંજાબમાંથી ભરાઈ સુરત પહોંચાડવાનો હતો. ડ્રાઈવરની પૂછપરછ કરતાં સ્પષ્ટથયું હતું કે દારૂ પંજાબમાંથી ભરાઈ સુરત પહોંચાડવાનો હતો.
કબજે કરાયેલ મુદામાલની વિગત :
કાર્યરત ટીમે કન્ટેનર, દારૂ અને અન્ય વસ્તુઓનો નીચે મુજબનો જથ્થો કબજે કર્યો :
1. IMFL દારૂ – 16,427 બોટલ – રૂ. 77,11,288
2. કન્ટેનર ટ્રક RJ-27-GB-9889 – રૂ. 25,00,000
3. બેસનના 684 કટ્ટા – રૂ. 20,000
4. મોબાઇલ ફોન – 1 નંગ – રૂ. 5,000
5. રોકડ – રૂ. 2,150
6. બેસનના કટ્ટાનું ખોટું ઇન્વોઇસ બિલ – રૂ. 0
કુલ મૂલ્ય : રૂ. 1,02,38,438
પકડાયેલ આરોપી :
એલ.સી.બી.એ સ્થળ પરથી એક આરોપીને પકડી પાડ્યો છે જ્યારે ચાર અન્ય આરોપીઓ ફરાર છે.
કાલુખાન સુગનેખાન ચોથાખાન મીર (રહે. ફતેગઢ, જૈસલમેર – રાજ.)
ફરાર આરોપીઓ :
1. પ્રકાશપુરી સ્વામી
2. રાજુરામ બિશ્નોઇ, રહે. બાડમેર
3. ટ્રક માલિક – હેમારામ મગનારામ પુનીયો (બારમેર)
4. સુરતનો અજાણ્યો દારૂ મંગાવનાર
આ તમામ આરોપીઓ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ છે.
કાર્યવાહી કરનાર અધિકારીઓ–કર્મચારીઓ : આ સફળ ઑપરેશનમાં એલ.સી.બી. પાટણના * PI આર.જી. ઉનાગર * PI એચ.ડી. મકવાણા * PSI એસ.બી. સોલંકી * અ.હેડ.કો. દિલીપસિંહ સુરાજી * અ.હેડ.કો. જીતેન્દ્ર ગોવિંદભાઈ * અ.હેડ.કો. અતુલકુમાર બળદેવભાઈ * આ.પો.કો. મનુભાઈ કરશનભાઈ * અ.પો.કો. ઇન્દ્રજીતસિંહ લાખાજી (AHTU) * ડ્રા.પો.કો. બિપીનકુમાર વેરસીજી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.




