પાટણ એલસીબી ટીમેઆઇસર ચોરીના ગુનામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન થી ઝડપી લીધો..

પાટણ તા. ૭
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા,સરહદી રેન્જ,ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક, વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા કરેલ સુચના અનુસંધાને પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ ટીમે પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા પ્રયત્નશીલ બન્યા હતા.
દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૮૪/૨૦૧૨ઈ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના આઈસર ચોરીના ગુનાના કામે છેલ્લા ૧૩ વષૅથી નાસતા ફરતા આરોપી બિશ્નોઇ રામસુધીર હેતરામજી રહે.બિકાનેર જમ્બેશ્વર મોરલીધર કોલોની તા.જી.બિકાનેર રાજસ્થાન વાળો હાલમા રાજસ્થાન રાજ્યના બિકાનેર શહેર ખાતે જમ્બેશ્વર કોલોની ખાતે હોવાની હકીકત મળતા ટીમે રાજસ્થાન પહોચી આરોપી ને પકડી પાડી બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ તેની અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે.


અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here