બ્લડ દાતાઓએ સ્વૈચ્છિક રકતદાન કયુઁ..
પાટણ તા. ૧૪
તા.૧૪ જુન વિશ્વ રકતદાન દિવસની ઉજવણી અંતર્ગત પાટણ રોટરી ક્લબ દ્વારા એસ.કે બ્લડ બેંક અને રકત પ્રયાસ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રોટરી ક્લબના સભ્યો અને શહેરીજનો ઉત્સાહ પૂર્વક સ્વૈચ્છિક રીતે પોતાનું રક્તદાન કર્યુ હતું.
રોટરી ક્લબ પાટણ આયોજિત આ બ્લડ કેમ્પમાં કુલ ૭૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હોવાનું આયોજકો
એ જણાવ્યું હતું.
વિશ્વ રકતદાન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને તેની સાથે જોડાયેલી ગેરસમજો દૂર કરવાનો છે. ઘણા લોકો સ્વસ્થ હોવા છતાં રક્તદાન કરતા ડરે છે. લોહીની અછતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે રકત દાતાઓએ રક્તદાનને મહાદાન તરીકે લેખાવી દર ત્રણ મહિને પોતાનું બ્લડ ડોનેટ કરી જરૂરિયાત મંદ દરદીઓને મદદરૂપ બનવુ જોઈએ એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિઓના જીવ બચાવી શકાતા હોય છે ત્યારે દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવું જોઈએ તેવી અપીલ આયોજકો દ્રારા કરવામાં આવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



