પાટણ ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. 16
પાટણની સીબીએસઈ સ્કૂલ ઓકસફર્ડ ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત રાસ-ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું.


ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં આસો સુદ છઠના રોજ નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત આ રાસગરબા ની શરૂઆત મા ભગવતી અંબિકાની મહાઆરતીથી કરવામાં આવી હતી.જેમા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ મંડળ હાજર રહ્યા હતા. ત્યારબાદ ડી.ફોર વે સાઉન્ડ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને સ્કૂલના મેદાનમાં ગરબાની રમઝટ મચાવી હતી.


આચાર્ય ડૉ. વિની નાયર, કો-ઓર્ડિનેટર શિલ્પી કથરિયા, ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમાર, પૂનમબેન કથરિયા, હર્ષદ પટેલ અને હાર્દિક સ્વામીએ સૌને નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here