પાટણ કલેકટર કચેરી ખાતે બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ..

પાટણ તા.૨૯
પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ગુરુવારે બેન્કર્સ કમિટીની ૧૦૪ મી મિટિંગ યોજાઈ હતી.
જે અંતર્ગત જીલ્લા મેનેજર કુલદીપસિહ ગેહલોત દ્વારા પાટણ જિલ્લાની બેન્કો દ્વારા વર્ષ દરમિયાન કરેલ કામગીરીનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા પ્રધાન મંત્રી જન ધન યોજના, પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજનાનો લાભ વધુ માં વધુ લોકો લે તે માટે બેન્ક ના પ્રતિનિધિ ને સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પાટણ ખાતે આવેલ આરસેટી પાટણ ના નિયામક દિનેશ દગદીએ વર્ષ દરમિયાંન જિલ્લાના ગ્રામીણ સ્વરોજ્ગાર અને મહિલાઓના આર્થીક સશક્તિકરણ માટે ચાલતા વિવિધ તાલીમ કાર્યક્રમો ની માહીતી રજૂ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, બેંક ઓફ બરોડાના ડેપ્યુટી રિજ્નલ મેનેજર પંકજ રતન, રિઝર્વં બેન્ક ઓફ ઇન્ડિયા ના રાકેશ સોલંકી, અગ્રણી જીલ્લા મેનેજર કુલદીપસિહ ગેહલોત,દિનેશ દગદી, નિયામક આરસેટી પાટણ તથા જીલ્લાના બેન્ક ના પ્રતિનિધિ તેમજ ક્મીટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here