ઈજાગ્રસ્ત બનેલા પત્રકાર ને અન્ય પત્રકાર મિત્રો એ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો..

વેપારીઓ દ્વારા પત્રકાર પરના હુમલાને સમગ્ર જિલ્લાના પત્રકારોએ વખોડી કડક કાર્યવાહી ની માંગ કરી..

ઈજાગ્રસ્ત પત્રકાર દ્રારા ધી બજારના કેટલાક વેપારીઓ સામે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી..

પાટણ તા.૨૧
પાટણમા હવે પત્રકારો પણ સુરક્ષિત રહ્યા ન હોય તેવી ધટના બુધવારે શહેરના ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા વીટીવી ન્યુઝ ના પત્રકાર ભરત પ્રજાપતિ ઉપર ધી બજારના કેટલાક વેપારીઓ દ્વારા હુમલો કરવાની બાબત બનવા પામી છે.
પત્રકાર દ્રારા કવરેજ નહીં કરવા બદલ વેપારીઓ પાસેથી પૈસા ની માંગ કરી હોવાના આક્ષેપ કરી વેપારીઓએ પત્રકાર નો અવાજ દબાવી દેવા માર મારવા સુધીની હીન્ન પ્રકારની પ્રવૃતિ કરાતા પાટણ સહિત સમગ્ર જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો માં પાટણ ધી બજારના આવા માથાભારે વેપારીઓ સામે રોષ જોવા મળ્યો હતો.
ધી બજાર ની ધટના માં ઈજાગ્રસ્ત બનેલા વીટીવી ના રિપોર્ટર ભરતપ્રજાપતિ ને અન્ય પત્રકાર મિત્રો ની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું અને આ મામલે ધી બજારના કેટલાક માથાભારે વેપારીઓ સામે પત્રકાર ભરત પ્રજાપતિ દ્રારા પોલીસ મથકે ફરિયાદ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ ના ત્રણ દરવાજા સ્થિત ધી બજાર માં પત્રકાર સાથે બનેલ બનાવ મામલે માથાભારે ધી બજારના વહેપારીઓ સામે કડક અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી શહેરના ધી બજાર માં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી માંગ પાટણ અને જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ માંગ કરી છે.




